________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
એમ હું જાણું છું. એમાં અહીં કેઈ શંકા નથી.” એમ કહીને ચંદ્રરાજાના હાથને ગ્રહણ કરે છે.
ચંદ્રરાજા પ્રતિહારોને કહે છે : “અરે! તમે મને કેમ વળગે છે ? દૂર રહીને વાત કરે. રાત્રિના દેષથી શું ભ્રાંતિ પામ્યા છે? અવકાશમાં સૂતા હે તેમ દેખાય છે! જેથી તમેને ભ્રમ ઉત્પન્ન થયે છે. દુરાગ્રહને મૂકી ધો. આ જગતમાં ચંદ્ર સરખા આકારવાળા અનેક પુરુષે હોય છે. કો જાણકાર પોતાનું નામ છુપાવે. જે નિરર્થક અસત્ય બેલે તે દુષ્ટ છે. જે અહીં દરવાજામાં પ્રવેશ કરતા જકાત લાગતી હોય તે કહે, જેથી તે આપીને હું સુખપૂર્વક જાઉં. રાજાને કર આપવામાં કે દૂબળો થાય? તમને છેતરીને જવા હું ઈચ્છતા નથી. ફેગટ મને શા માટે અટકાવો છે ? તમારે જે કાંઈ લેવું હોય તે ઈચ્છા મુજબ લઈ લે. મારી માતા મારા વિચાગને સહન નહિ કરતી રાહ જુએ છે, કારણ કે અરણ્યમાં મારે ઘણે વખત પસાર થયો છે. - પ્રતિહાર કહે છે કે, “હે સ્વામીન ! તમારું નગર અહીંથી ૧૮૦૦ કેશ પ્રમાણ દૂર છે. રાહ જોતી તમારી માતા અહીં ક્યાંથી હોય? મારી આગળ કપટ વચન ન બોલે. મારા ઉપર કેપ ન કરે. તમારા જેવા પુરુષો જે અસત્ય બેલશે તે પૃથ્વી ભાર કેવી રીતે ઉપાડશે ? લોકમાં મેઘ કેમ વરસશે? અમે તો આપ જેવા રાજાએના સેવક છીએ. તેથી આપની સઘળી હકીકત અમે