________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વચનથી જાણ્યું છે. સ્વામીનાં વચનોને સેવકે કેવી રીતે લેપે ? આથી હમણાં તમે અમારા રાજા પાસે આવે. અન્યથા આપનો છુટકારો થશે નહિ. તમારું જે કામ છે તે રાજા પિતાની જાતે જ કહેશે. અમે તે બતાવેલ કામ કરનારા છીએ. વધારે શું કહીએ ? અમારા જેવા સેવકોના લાખે વચનથી પણ મહાપુરુષે વશવતી થતા નથી. કાન પકડીને હાથીને શું કઈ પિતાની સાથે ઘરે લઈ જઈ શકે ? તે પણ અમારી ઉપર કૃપા કરીને અમારા સ્વામી પાસે આવે.” ( આ પ્રમાણે તેઓનાં મધુર વચન સાંભળીને ચંદ્રરાજાએ વિચાર્યું કેઃ “સેવક વગરને એકલે હું શું કરું? જે મારી સાથે સેવકે હોત તો આ લોકોને અટકાવીને આગળ ગયે હોત. એક તરફ મને માતાને ભય છે, બીજી તરફ સિંહલરાજાનો ઘણે આગ્રહ છે. આ નગર પારકું છે. આ સેવકે અજ્ઞાન છે, તેથી અહીં વાદ-વિવાદ કરે નકામે છે. જલદી ત્યાં જઈને કાર્યને નિર્ણય કરે. હમણાં કાળક્ષેપ ન કરો, કારણ કે અહીં વિવાદથી છુટકારો થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું : “સારું, ચાલે. તમારી સાથે હું આવું છું, ત્યાં જઈને તમારા રાજાને હું સમજાવીશ.” - તે પછી તે સર્વેએ તે સ્થાનથી પ્રયાણ કર્યું. માર્ગમાં નવા નવા આરક્ષકે માન્યા. તેઓ પણ ચંદ્રરાજાનું કલ્યાણ થાઓ” એમ બોલતાં સાથે ચાલે છે.