________________
*
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
*
ત્યાં રહેલા રાજસેવકોએ ઊભા થઈ પ્રણામ કરી કહ્યું : “હે ચંદ્રરાજા ! વિજય પામે. તમારું સ્વાગત હો. તમે ગુણરૂપી રત્નના ભંડાર છે. આપના સમાગમનથી આજે અમે કૃતાર્થ થયા. તમને જેવાથી અમને ઘણે આનંદ થશે. બીજના ચંદ્રની જેમ તમારા આગમનની રાહ જોતાં અમે અહીં ઊભા છીએ. હવે અમારા ઉપર કૃપા કરીને સિંહલપુરના સ્વામી સિંહરથરાજાની રાજસભાને આપના ચરણના વિન્યાસ વડે પવિત્ર કરે.
આ પ્રમાણે સેવકજનોએ કહેલાં સુવચનને સાંભળીને ચંદ્રરાજા વિચારે છે કે, “અન્યના ચિત્તને જાણતા હોય તેમ આ લોકોએ મને કેવી રીતે જા ? અથવા તે સરખા નામથી મને આ પ્રમાણે કહે છે અથવા બીજા ચંદ્રની પ્રતીક્ષા કરતા તેઓ અહીં રહેલા સંભવે છે.”
આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને ચંદ્રરાજા કહે છે: “અરે પ્રતિહાર ! અહીં ચંદ્રરાજા કેણ છે? ચંદ્ર તે આકાશમાં ઉદય પામ્યો છે. બીજે કોઈ અહીં દેખાતો નથી. તું ભ્રમિત ચિત્તવાળે લાગે છે. મને નકામે ન રોક”
તે પછી પ્રતિહાર બે હાથ જોડી કહે છે: “હે ચંદ્રનૃપ ! તમે પોતાને શા માટે છુપાવે છે? રત્ન કેટલા વખત સુધી ગુપ્ત રહે? સર્વ ભુવનને પ્રકાશ કરનાર સૂર્ય છાબડી વડે કેવી રીતે ઢાંકી શકાય ? કસ્તૂરીની સુગંધી શું ગુપ્ત રહે? ખરેખર તમે ચંદ્રરાજા જ છે