________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મતીએ આ વહુને સારી રીતે શીખવી છે. જેથી ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલી આ અગ્ય પ્રપંચ સેવે છે. અહીં સ્ત્રીઓનું સાહસ !
તે પછી કાર્ય કરી જલદી ગુણાવલી સાસુ પાસે આવી. રાજા પણ નિર્ભયપણે તેનું ચરિત્ર જોવામાં રક્ત તેની પાછળ જઈને દ્વારભાગમાં ગુપ્તપણે રહ્યો: “નિશ્ચલ હૃદયવાળા, મોટા પરાક્રમવાળા પુરુષોને કોઈપણ ઠેકાણે ભય નથી.
હવે ગુણાવલીએ કહેલા સેટીના વૃત્તાંતને સાંભળીને વીરમતીએ તેના કાર્યકૌશલ્યની પ્રશંસા કરી.
તે વખતે હર્ષિત મનવાળી ગુણાવલી કહે છે કે, “હે માતા ! મારા સ્વામી નિદ્રાધીન થયા છે, તે પણ આ સર્વ નગરજને જાગે છે, તેમાંથી કઈ આપણું રહસ્યવૃત્તાંત જાણુને જે રાજા કહે તે મારી કઈ ગતિ થાય? તેથી તેને કોઈ ઉપાય કરવું જોઈએ.”
વીરમતી કહે છે કે, “હે પુત્રી! તું મને શું ઉપદેશ આપે છે? પાપડ કરતાં મારા ઘણું દિવસે વહી ગયા છે, હમણાં જ તેવી જાતને ઉપાય કરું છું, જેથી મારા ઘરના દરવાજાની બહાર રહેલા સર્વ લેક નિદ્રાવશ થાય. આ કામ માટે વગર મહેનતે સાધ્ય છે.
આ પ્રમાણે અપરમાતાનું વચન સાંભળીને ચંદ્રરાજા વિચારે છે હું તે ઘરના દરવાજાની અંદર રહેલો છું, તેથી મારે કઈ ચિંતા નથી.