________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- આ પ્રમાણે વીરમતીનું વચન સાંભળીને નિર્ભય
ગુણુવલી કણેરની સેટી લેવા ઉધાનમાં ગઈ. રાજા પણ અબલાની ચેષ્ટા જેવા માટે ભયરહિત તેની પાછળ ગ. પિતાનું કાર્ય કરવામાં લીન બનેલી રાણું કણેરવૃક્ષની શાખા કાપીને તે લઈ સાસુ પાસે આવી.
રાજા પણ વિચારવા લાગ્યું કે-સ્ત્રીઓ દિવસે પણ ભય પામે છે. આ સુકુમાર અંગવાળી કઈ રીતે આ ગાઢ અંધકારમય ઉપવનમાં આવી? આ પ્રમાણે તેના સાહસને વિચારતો પિતાની શય્યા પાસે આવ્યું અને વિચારે છે કે-હમણું કણેરની સેટી લઈને મારી પ્રિયા શય્યાને પ્રહાર કરવા આવશે. એ પ્રમાણે નિશ્ચય કરીને શય્યામાં વસ્ત્રથી બનાવેલી પુરુષની આકૃતિ સ્થાપન કરીને, તેને વસ્ત્રથી ઢાંકીને પોતે દીપકની પાછળ ગુપ્તપણે રહ્યો. જેથી આવેલી ગુણાવલી મને જોઈ ન શકે, છલપ્રધાન પુરુષની આગળ સ્ત્રીઓની કઈ ગણત્રી?
- હવે વીરમતી તે સેટીને મંત્રીને ગુણુવલીને આપીને કહ્યું : “તારે ચંદ્રરાજાથી ભય ન પામવે. મનમાં ધીરજ ધારણ કરીને પૂર્વે કહેલું મારું સવે વચન કરવું.”
તે પછી ગુણાવલી ત્યાંથી જલદી નીકળીને રાજાની શમ્યા પાસે જઈને સારી રીતે નિરીક્ષણ કરીને પિતાના સ્વામીને નિદ્રા લેતા જાણીને વધારે વિચાર કર્યા વિના શયાની ઉપર સેટીને પ્રહાર કરીને પાછી ફરી.
ગુપ્ત રહેલે ચંદ્રરાજા વિચારે છે, અપરમાતા વીર