________________
શ્રી ચં
ચાર
રાજા વિચાર કરતો હતો તેટલામાં હર્ષિત ચિત્તવાળી તે બને તે જ વૃક્ષની પાસે આવીને તેની ઉપર ચઢી. વૃક્ષના કોટરમાં છુપાયેલા ચંદ્રરાજાને તેઓએ ન .
હવે વીરમતી આમ્રવૃક્ષને સોટીથી પ્રહાર કરીને કહે છે કે, “હે આઝૂ! તું જલદી અમને વિમલાપુરી દેખાડ” આ પ્રમાણે વચનમાત્રથી તે આમ્રવૃક્ષ વિમાનની જેમ એકદમ આકાશમાર્ગે ચાલ્યું.
કેવલજ્ઞાનાવરણીય કર્મથી જેમ કેવલજ્ઞાન આચ્છાદન પામે તેમ કેટરના આવરણથી ચંદ્રરાજા આવરણ પા, તો પણ મતિ-શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે જીવ હીનાધિક અવધ-જ્ઞાન પામે છે તેમ તે પણ ત્યાં રહ્યા થકાં બાહ્ય પ્રદેશને કાંઈક જુએ છે. આમ્રની ગતિ ચિત્ત કરતાં પણ વધારે વેગવાળી છે. ચંદ્રરાજા અનેક દેશ, પર્વત, વન અને ઉપવનને જોતો જાય છે. આકાશતળમાં ફેલાયેલ ચંદ્રની સ્નાન નિર્મળ પ્રકાશ વડે ક્ષીરસમુદ્રમાં જતી નાવની જેમ ચાંદનીમાં જતે આમ્રવૃક્ષ દેખાય છે.
અષ્ટાપદ આદિ તીર્થોનું વર્ણન - વીરમતી પિતાની આંગળીથી ગુણુવલીને નવનવા પદાર્થો દેખાડતી કહે છે: “હે પુત્રી ! આ ગંગા નિર્મળ જળપ્રવાહંથી પૃથ્વીતાને પવિત્ર કરતી પ્રાણીઓના પાપપંકને ધૂએ છે. આ કાજળ સરખા જળવાળી યમુના છે, જે પૃથ્વીરૂપી સ્ત્રીની વેણી સરખી દેખાય છે.” આ પ્રમાણે