________________
શ્રી ચંદ્રક ચરિત્ર આથી અનર્થ કરનારો સ્ત્રીઓને વિશ્વાસ બુદ્ધિશાળીએ સર્વથા ત્યાગ કરે.
વિમળાપુરી તરફ જવાને પ્રારંભ - તે પછી વીરમતી ગુણાવલીને કહે છે કે, “હે પુત્રી ! તું એમ વિચારે છે કે અહીંથી વિમલાપુરી ૧૮૦૦ કેશ દૂર છે, ત્યાં કેવી રીતે જઈશું ? પરંતુ એવી ચિંતા ન કર ક્ષણમાત્રમાં જ તને ત્યાં લઈ જઈશ.' - આ પ્રમાણે તે બન્નેની વાતચીત સાંભળી ચંદ્રરાજાએ વિચાર્યું કે, “ હું પણ તેઓની સાથે જ જાઉં અને તેઓની ચેષ્ટા જેઉં. ત્યાં જઈને તેઓ શું કરે
આ પ્રમાણે હદયમાં વિચારીને તરત ત્યાંથી નીકળીને તલવાર લઈને તે પિતાની ચંદનવાટિકામાં આવીને પ્રથમ આમ્રવૃક્ષને જોઈને ક્ષણવાર વિચાર કરીને તે વૃક્ષના પિલાણમાં પેસી ગયે. તે પછી નિપુણ બુદ્ધિવા તે વિચારે છે કેઃ “મારી પ્રિયા નિર્મળ શીલવાળી છે. તેને કેાઈ દોષ નથી. જેમ મહાપર્વતે પણ ક્યારેક ચલાયમાન થાય છે, તેમ આ સરળ આશયવાળી આને મારી વિમાતાએ ભ્રમિત મનવાળી કરી છે. હમણું તેઓનું ચરિત્ર જેઉં?
તે વખતે ત્યાં વીરમતી અને ગુણાવલીને આવતાં જોઈને તે વિચારે છેઃ “જે આ બીજા વૃક્ષ ઉપર ચઢીને જશે તે માટે આ પ્રયાસ નકામે થશે.” એ પ્રમાણે