________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ વ્યાકુળ મનવાળી દેખાય છે. તેથી ઊઠ–બેસ કરતી મને છેતરીને કોઈ ઠેકાણે જવાની ઈચ્છાવાળી વર્તે છે.
આ શીલવંતી સ્ત્રી દુષ્ટ સ્ત્રીની જેમ પાપ-પક વડે પિતાને મલિન કરવા માટે કેમ પ્રવૃત્તિ કરે છે? રહસ્ય સમજાતું નથી. ખરેખર આ કુસંગના દોષથી દુષ્ટ આચારવાળી થઈ છે. અન્યથા મારી જેવો પ્રિયતમ હોવા છતાં અન્યની સાથે પ્રીતિવાળી કેમ થાય ? અધમજનના સંગ વડે સ્ત્રી આવા પ્રકારની થાય છે. આ હકીકત સંદેહ વિનાની છે. જાત્યસુવર્ણન ટંકણખાર સાથે સંગ થાય છે, સુગંધી બરાસને અંગારા સાથે સ્થિરતા થાય છે. ચકરપક્ષી અંગારાનું ભક્ષણ કરવા ઈચ્છે છે. ઉત્તમ બકુલવૃક્ષ કામવશ મદિરા પીવાને ઈચ્છે છે. આ પ્રમાણે
ક્યારેક શુભ વસ્તુને અશુભમાં રુચિ થાય છે. તેવી રીતે આ મારી સ્ત્રી મને છેતરીને કઈ ઠેકાણે જવાની ઇચ્છાવાળી છે. પરંતુ મને જાગતો જાણીને એ સંકેચ પામે છે. તો પણ મારી આગળ તેને પ્રપંચ ચાલશે નહિ.” એ પ્રમાણે વિચાર કરતા રાજાને નિદ્રા લેતા જાણુને ગુણાવલી છળ શોધીને તૈયાર થઈ, અને પરમ હર્ષપૂર્વક સાસુના ઘરે ગઈ
તેનું ચરિત્ર જાણી, તલવાર લઈ રાજા ગુપ્તપણે તેની પાછળ ગ. - આ તરફ વીરમતી સંધ્યા સમયે વહુના આગમનની રાહ જોતી ઊભી છે તેટલામાં ગુણાવલી તેના દરવાજા