________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પાસે આવી મસ્વરે દરવાજો ઉઘડાવે છે. વીરમતીએ તેને આવેલી જોઈને ષિત મને આદરપૂર્વક તેના સત્કાર કર્યો અને પેાતાના મુખે પેાતાની વિદ્યાની પ્રશંસા કરી.
'
હવે ગુણાવલી કહે છે કે, હું માતા ! તમારા વચનથી મારા પતિને છેતરીને કાઈ ન જાણે તે રીતે તમારા સ્નેહપાશથી અંધાયેલી અહી આવી છું. હવે તમને જે ગમે તે જણાવેા. વળી વિલ`ખ વિના મનેારથ પૂર્ણ કરી અહી. જ્યાં સુધી પાછી આવું ત્યાં સુધી ન જાગે અને જેવી રીતે તે આપણા ચરિત્રને ન જાણે તેમ કરો.
આ સમયે દ્વાર પાસે ઉભેલા ચદ્રરાજા તે બંનેની ગુપ્ત વાતચીત સાંભળીને પેાતાના મનમાં નિશ્ચય કરે છે કે સાસુ-વહુ પરસ્પર મળીને હમણાં કાંઈક અનિષ્ટ કરવા માટે તૈયાર થયાં છે.
હવે વીરમતી તેને કહે છે કે- હે પુત્રી ! ઉતાવળી બગીચામાં જઈ ને એક કણેરની સેાટી લઈ ને અહી' જલ્દી આવ. તુચ્છબુદ્ધિવાળી સ્ત્રી સ્વભાવથી અત્યંત ખીકણુ હાય છે. આથી તારે નિર્ભયપણે ત્યાં જવું. તે સેાટીને મંત્રીને તને હું આપીશ. તે સાટીથી જે શય્યામાં તારા પ્રિય સૂતા છે, તે શય્યાને તારે ત્રણ વાર તાડન કરવું. તેથી તારા સ્વામી જલદી નિદ્રાધીન થશે. તેટલામાં આપણે મનગમતું કૌતુક જોઈ ને પ્રભાતે આવી જઈશું, ત્યાં સુધી રાજા જાગશે નહિ.