________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર વીરમતી કહે છે કેઃ “હે વહ! તું નિશ્ચિત થા. ભયની શંકા ન કર. મારું કલાકૌશલ જે. આજે તારો પતિ તારા પ્રાસાદમાં જલદી આવશે. તે પછી તારે યુક્તિપૂર્વક તેને સુવડાવીને મારી પાસે તુરત આવવું.
આ પ્રમાણે ગુણવલીને જણાવીને વીરમતી પોતાના આવાસે આવી.
તે પછી ગુણાવલી પિતાના મનમાં વિચારે છે કેઃ મારી સાસુ મહાન ગુણરત્નનો ભંડાર દેખાય છે. ઘરે રહ્યા થકાં જ મારે યાત્રા થઈ વાર્તાની કળામાં અત્યંત કુશળ દેખાય છે. મને તેના વચનમાં વિશ્વાસ નથી. જે તેના વચન મુજબ આજે મારા પતિ જલ્દી આવશે તે વિશ્વાસ થશે. વીરમતીએ કરેલ દેવની આરાધનાથી
ચંદ્રરાજાનું જલદી ઘેર આવવું
આ તરફ વીરમતી પિતાના નિવાસે જઈને એકદમ એકાંતમાં વિદ્યા સાધવા લાગી. તેથી વિદ્યાના પ્રભાવથી તેના વચનથી બંધાયેલ દેવ પ્રત્યક્ષ થઈને કહે છે: “શા માટે મારી આરાધના કરી ?”
વીરમતીએ કહ્યું કેઃ “કેઈ દેવતાનું આરાધન નિરર્થક ન કરે. તું આરાધનાનું નિમિત્ત આ પ્રમાણે જાણ. એવું કોઈ કપટ કર કે જેથી મારો પુત્ર રાજસભામાંથી સૂર્ય હોય તે વખતે પિતાના આવાસે આવે.”