________________
પ
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
છે. પરંતુ મારી આ એક પ્રાર્થના છે કે જે મારી લાજ રહે તેમ તમારે સવથા કરવું. મને તમારાથી અભિન્ન માનેા. હું માતા! તમે જ મારા માથાનાં મુગુટ છે. પ્રસન્ન થઈને આજે જ મને કૌતુક બતાવેા. હમણાં મારુ મન તે જોવાને આતુર છે. કારણ કે નાચતી વખતે મુખ ઢાંકવુ· ચેગ્ય નથી. પ્રથમ તમારે મંત્રપ્રચેાગથી મારા પતિને વશ કરવા, જેથી તે મને દુઃખ ન આપે, અને ત જાણીને પણ ક્રોધાકુળ ન થાય.
'
આ પ્રમાણે ગુણાવલીને પોતાને વશવતી જાણીને વીરમતીએ કહ્યું, હે પુત્રી ! મારી પાસે અવસ્થાપિની વિદ્યા છે. જો તું કહે તે સમગ્ર નગજનાને પાષાણુ સરખા કરુ', તે તારા સ્વામીને વશ કરવામાં કઈ ગણત્રી ? હમણાં જ તારુ ચિત્ત કૌતુક જોવામાં જો ઉત્સાહ કરતું હાય તે સાંભળ, આજે જ જોવા લાયક કૌતુક છે. અહી થી ૧૮૦૦ કોશ પ્રમાણુ દૂર ભૂમિમાં વિમલાપુરી નામે નગરી છે. ત્યાં શત્રુસમુદાયને જીતનાર મકરધ્વજ નામે રાજા રાજ્ય કરે છે. તેની લક્ષ્મી સરખી પ્રેમલાલચ્છી નામે પુત્રી છે. સવ અંગે સુંદર એવી તે બ્રહ્મા વડે જાણે પોતાના હાથે જ નિર્માણુ કરી હેાય એવી દેખાય છે. તે રાજકન્યાને આજે જ રાત્રિએ સિંહલપુરના અધિપતિ સિ'હરાજાના પુત્ર કનવજ પરણશે. ઘણા વૈભવવાળા તેઓના વિવાહમહેાત્સવ અત્યંત જોવા લાયક છે. જો તું મારી સાથે આવે તેા જોવા ચાગ્ય તે કૌતુક તને આજે જ દેખાડુ’.’”