________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
गह-चंद-मूरचरियं, तारा चरियं च राहुचरियं च । जाणति बुद्धिमंता, महिलाचरियं न जाणंति ॥३६॥ गंगाए वालुया सायरेजलं हिमवओ य परिमाण । जाणंति बुद्धिमंता, महिलाचरियं न जाणंति ॥३७॥
“બુદ્ધિમાન પુરુષે ગ્રહ-સૂર્ય—ચંદ્ર-તારા અને રાહુનું ચરિત જાણે છે, પણ સ્ત્રીચરિતને જાણી શકતા નથી.” ૩૬
“ગંગાની રેતી, સમુદ્રનું પાણી, હિમવંત પર્વતનું પરિમાણ બુદ્ધિમાન પુરુષે જાણે છે, પણ સ્ત્રીચરિતને જાણી શકતા નથી.” ૩૭
જે કારણથી હરિ, હર, બ્રહ્મા અને ઈંદ્રો પણ સ્ત્રી– જનને વશવત થયા છે, તે સ્ત્રીઓએ વિવિધ તપથી જેમણે પિતાના દેહને પણ સુકાવી નાખે છે એવા મુનિઓને પણ પિતાને આધીન કર્યા છે, અને તેથી તેના જ અધ્યવસાયમાં તત્પર થયા છે એ પ્રમાણે લૌકિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ દષ્ટાંતને કેણ જાણતા નથી. સ્ત્રીઓને ચરિત્રને કેણ પાર પામે? આ લેકમાં સ્ત્રીઓથી નહિ ઠગાયેલા પુરુષ વિરલ-જવલ્લે જ દેખાય છે. મદથી ભરેલી સ્ત્રીઓ વિષમ પર્વત ઉપર ચઢે છે, નાગરાજને પણ પિતાને વશ કરે છે, કપટની પેટી યુવતીઓ ભૂજા વડે મહાનદીને પણ તરે છે, કળાકુશળ એવી તે સિંહેથી પણ ભય પામતી નથી, પ્રસન્ન ચિત્તવાળી તેઓ કલ્પવૃક્ષ સરખી થાય છે, અને ક્રોધ પામે તે વિષવેલડીની જેમ