________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તરત જ પ્રાણ હરનારી થાય છે. જે સ્ત્રીઓ પોતાના ધણીથી બીએ છે તેનો જન્મ કષ્ટદાયક જાણો. સ્ત્રીચરિત્ર કોણ શીખવાડે? સ્વભાવથી જ તેમાં પિતાની જાતે જ કુશળ હોય છે. મયૂરના ઈંડાને કોણ ચીતરે? હંસને ગતિ કેણુ શીખવાડે? હાથીના કુંભસ્થળ ઉપર પ્રહાર કરવાનું સિંહને કણ બતાવે? અભ્યાસ વિના સ્વભાવથી જ જાતિગુણો ઉત્પન્ન થાય છે તેથી તું ચંદ્રરાજાથી ભયની શંકા ન રાખ. હે પુત્રી ! આપણે રાત્રિએ ગગનગામિની વિદ્યા વડે આકાશમાગે અનેક કૌતુક જોવા માટે જઈશું, અને ત્યાં પોતાના ચિત્તને અનુકૂલ પ્રદરસ અનુભવીને રાત્રિ પૂર્ણ થાય તે પહેલાં જ અહીં પાછાં આવી જઈશું. આપણે વૃત્તાંત તારે ભર્તા કેવી રીતે જાણશે? કદાચ તે જાણી જાય તે પણ તારે ભય ન પામવે. કારણ કેમચ્છરના ઉપદ્રવથી ઘરને ત્યાગ કેમ કરાય? તેથી તું નિશ્ચિત મનવાળી રહે.
આ પ્રમાણે વિરમતીનાં યુક્તિપૂર્વકનાં વચનવિલાસ સાંભળીને ગુણાવલી વિચારવા લાગીઃ “સાસુની સહાયથી વિવિધ આશ્ચર્યો હું સુખપૂર્વક જઈશ. કારણ કે તેની પાસે ઘણી જાતની વિદ્યાઓ છે, તેથી મારા પતિ મારું નામ પણ લેશે નહિ.” આ પ્રમાણે વિચારીને ગુણાવલી વીરમતીને કહે છે કેઃ “હે સાસુ ! હું તમારા શરણે આવી છું. મારું જીવિત તમારે આધીન છે. તમારા સર્વ વચન મને માન્ય છે. તમે મને નવાં નવાં કૌતુક દેખાડવા ઈચ્છે છે, આથી મહું મણિ સર્વ જેવા ઉત્સાહ કરે
-
-
- -
-
-
-
-
. *
*