________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૫૩ ક્ષણમાત્ર પણ દૂર રહેવા અસમર્થ છું. અને તે સ્વામીને ઠગવાની બુદ્ધિ અને કઈ રીતે થાય? કુલાંગનાઓએ નિષ્કપટપણે જ પોતાના પ્રિયની સતત સેવા કરવી જોઈએ અને અનુવર્તન કરવું જોઈએ. કહ્યું છે કે बालत्तणम्मि जणओ, जुव्वणपत्ताइ होइ भत्तारो । . वुड्ढत्तणेण पुत्तो, सच्छंदत्तं न नारीणं ॥३५॥
બાલકપણામાં પિતા, યૌવન પ્રાપ્ત થાય ત્યારે પતિ અને વૃદ્ધ થાય ત્યારે પુત્ર હોય છે, સ્ત્રીઓને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનું હેતું નથી.” ૩૫
આથી ધર્મપત્નીઓએ સ્વછંદ–આચરણ સર્વથા છેડી દેવું જોઈએ. કદાચ ગુપ્તપણે કરેલ કાર્ય બીજે ભલે ન જાણે તે પણ ચંદ્ર-સૂર્ય સકળ વૃત્તાંત જાણે જ છે. આમ તે કરવાથી કદાચ તે અકાર્ય પોતાના સ્વામી જાણું જાય તો તે વખતે દેશ-પરદેશ મારું રક્ષણ કરવા શું સમર્થ થશે? તેથી પોતાના પતિ સાથે દેશાંતર– ગમન સ્ત્રીઓને ચગ્ય છે” એમ હું માનું છું. પુરુષ, પક્ષી અને પવન વેચછાચારી છે. તેથી તેઓ ઈચ્છા મુજબ જાય છે.”
આ પ્રમાણે ગુણાવલીને અભિપ્રાય જાણીને વીરમતી તેને અન્યથા કરવા માટે વિવિધ વચનયુક્તિથી કહેવાનું શરૂ કરે છે. “હે ભેળી! જે કાર્યો સ્ત્રીજન કરે છે, તે કાર્યો કરવા માટે પુરુષવર્ગ સમર્થ થતું નથી. સ્ત્રીચરિત્ર અતિગહન હોય છે. કહ્યું છે કે