________________
૫૧
શ્રી ચંદ્રરાજ ચરિત્ર મુખ, હયકર્ણ, દીકણું, એકપાદ, ગૂઢદંતધર, વિશુદ્ધદંત મનુષ્યને જોયા વિના તું લેકમાં મનુષ્યની ગણત્રીમાં કઈ રીતે ગ્ય થાય? તું તે ફક્ત ભજન-પાનના જ આસ્વાદને જાણનારી, વસ્ત્રાલંકારથી વિભૂષિત ફક્ત ઉદરને સ્પર્શ કરનારી પિતાના પ્રાસાદમાં પ્રમોદ કરતી રહે છે. ઘરમાં રહેતી તું કુશળપણું કેવી રીતે પામે? નીતિશાસ્ત્રમાં કુશળપણું પાંચ પ્રકારે બતાવ્યું છે. તે આ પ્રમાણે– देसाडणं पंडियमित्तया य, वारंगणा रायसहापवेसो । अणेगसत्थाण विलोगणंच,
વસારું મતિ પંચ રૂરૂા દેશાટન, પંડિતોની મિત્રતા, વારાંગના, રાજસભામાં પ્રવેશ, અનેક શાસ્ત્રોનું વિશ્લેકન, એ પાંચ ચાતુર્યનાં મૂળ છે.” ૩૩
અહીં દેશાટન મુખ્ય કહ્યું છે. તારા કરતાં પક્ષીઓ પણ ઉત્તમ છે, જેથી તેઓ આકાશમાં પરિભ્રમણ કરતાં વિવિધ આશ્ચર્યો જુએ છે. જેમ રંક માણસ ગોળને અમૃત સમાન માને છે, તેમ તું સર્વને છોડીને એક ચંદ્રરાજાને જ જાણે છે. નેહ અને અનેહની વાત જાણવા માટે પણ અશક્ત છે. જે વિદેશમાં ગમન કરનાર હોય તે કેઈથી પણ ઠગાતે નથી. કહ્યું છે કેदीसइ विविहचरितं, जाणिज्जइ सुयणदुज्जणविसेसो । धुतेहिं न वंचिज्जइ, हिंडिज्जइ तेण पुढवीए ॥३४॥