________________
૫૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જન્મને સફળ માનું છું. મારા ભાગ્યોદયથી જે પતિ મને મળે તે મારે દેવની જેમ પૂજનીય છે. ભજનસમયે પાત્રમાં જે આવ્યું હોય તે પકવાન જાણવું.'
તે પછી વીરમતી કહે છે: “હે ગુણાવલી ! તું જે કહે છે તે સત્ય છે. મારે પુત્ર ચંદ્રરાજ ઉત્તમ ગુણવાળો છે. પૃથ્વી બહુરત્ના છે. ચંદ્રરાજા કરતાં પણ અધિક ગુણવાળા અનેક પુરુષ હોય છે. જે તે દેશભ્રમણ કરતી હોય તે તને વિશેષ જ્ઞાન થાય. તું ફક્ત આભાપુરીને જ જાણે છે, તેથી બીજા નગરને કેવી રીતે જાણે? રમણીય અને અરમણીયનો વિવેક તને દુર્લભ છે, તેથી તારા જન્મને હું નિષ્ફળ જાણું છું. આ વાતમાં તારે ક્રોધ ન કરો. જે આ સમયમાં મારા જેવી સર્વ વિજ્ઞાનમાં કુશળ સાસુ મળી છે તે તું જે અન્ય દેશને જોશે નહિ તે તું ક્યારે જોઈશ? આટલો પણ સંકેચ તું ધારણ કરે છે તે તું સવથા કુતૂહલ જાણવામાં વિમુખ છે. વધારે કહેવાથી સયું! તારે જન્મ વનપુષ્પની માફક નિરર્થક જાય છે. જે તે વિવિધ દેશના આચારને નહિ જુએ તે માનવભવને સફળ કેવી રીતે કરીશ? નવીન તીર્થો, પર્વતે, છાવણીઓ, શિખર, નદી, ઉદ્યાન, વનખંડ, નરવરે, રાજરમણીઓના વિવિધ વિનેદ, ગીત, નૃત્ય, વાજિંત્ર અને પવિત્ર ચરિત્રે જે જુએ છે, તે મનુષ્ય ધન્ય છે. તે માતાઓને ધન્ય છે કે જે વિવિધ કુતૂહલ જોવામાં રસિક એવી પુત્રીઓને જન્મ આપે છે. * અશ્વ* અશ્વમુખ વગેરે નામવાળા મનુષ્ય ૫૬ અંતરદ્વીપમાં હોય છે.