________________
છો અંદાજ ચરિત્ર
જાતે પિતાને પંડિત માને છે, પણ હું તે તને પશુસમાન માનું છું. વચનમાત્રમાં તારું કુશળપણું છે. એક વચનથી જ મેં તારી પરીક્ષા કરી છે.
હવે ગુણાવલી કહે છે: “હે પૂજ્ય! હું મૂહ બુદ્ધિવાળી છું એમ તમે કેવી રીતે જાણ્યું ? હું વિદુષી છું એમ સાચી રીતે માનું છું. વધારે શું કહું? પિતાનાં વખાણ પિતાની જાતે કરવાં તે તો સર્વથા અનુચિત છે.” કહ્યું છે :
पखुत्ता गुणा जस्स, निग्गुणो वि गुणी सिया । इंदो वि लहुओ होइ, संयं पक्खाविए गुणे ॥३२॥
જેના ગુણે બીજા કહે છે, તે નિર્ગુણ હોય તે પણ ગુણવાન થાય, જે પોતાના ગુણે પોતે કહે તે ઈંદ્ર હોય તો પણ લઘુ થાય છે.” ૩૨
“હે માતા ! તમારે પુત્ર મારે સ્વામી છે. આ ત્રિભુવનમાં એના સમાન બીજો કોઈ પુરુષ નથી. નિર્મળ ગુણેના સમૂહથી ભરેલા તે સ્વામી વડે પુણ્યશાળી લોકોમાં હું મને અગ્રેસર માનું છું. તો પણ તમે મારા જન્મને ધિક્કારે છે ?
વીરમતી કહે છે- હે પુત્રી ! તું સાવધાનપણે મારું વચન સાંભળ. પિતાના મનમાં એ પ્રમાણે પ્રદ ન પામ. તારા સ્વામી ચંદ્રરાજાની કઈ ગણત્રી? તેને કેણ ઓળખે છે? જે બીજા પુરુષને તું જુએ તે તને ગર્વન થાય. કૂવાને દેડકો સમુદ્રના તરંગોને કેવી રીતે જાણે? કુમ્ભા સ્ત્રી રતિના રૂપની સંપત્તિને કઈ રીતે જાણે? જે