________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તે પછી વીરમતી તેને હાથ પકડી કહે છે: “હે પુત્રી ! તું સર્વથા મુગ્ધ દેખાય છે. મારા વચનનું રહસ્ય તેં કાંઈ પણ ન જાણું. હોઠ કંપવાથી હદયમાં રહેલા ભાવને જાણનારા સંસારમાં વિરલ હોય છે પરંતુ આ સર્વ ગુણે કરતાં બુદ્ધિગુણ અતિ દુર્લભ છે. કહ્યું છે:
न दव्वं दव्वमिच्चाह, बुद्धिसज्झं में मयं । तम्हा बुद्धिगुणो सज्झो, पुव्वमेव हियत्थिणा ॥३०॥ गुणा सएव पुज्जति, न रूव न कुलं तहा । गुणाणमज्जणे लोगा, पयट्टति जओ सया ॥३१।।
“દ્રવ્ય તે દ્રવ્ય નથી, કારણ કે તે બુદ્ધિસાધ્ય છે, તેથી સૌથી પ્રથમ હિતના અથીએ બુદ્ધિગુણ સાધો જોઈએ.” ૩૦
ગુણે હંમેશાં પૂજાય છે, તેવી રીતે રૂપ કે કુળ પૂજાતું નથી. જે કારણથી હંમેશાં લોકો ગુણ ઉપાર્જન કરવા પ્રયત્ન કરે છે.” ૩૧
મૂર્ખ માણસ જ ધનના ઉપભેગની ઇચછા કરે છે. કેઈક રૂપ વડે આનંદ માને છે, પરંતુ તે સારું નથી. ઉત્તમ પુરુષ નિર્મળ ગુણોથી જ પ્રસન્ન થાય છે. તું પુષ્પ જેવી સુકુમાર છે. ફક્ત સૂક્ષમ દુકૂળ વસ્ત્ર પહેરવાનું જ જાણે છે. પણ તારામાં કેઈપણ બુદ્ધિબળ નથી. એક તરફ ચાર વેદ અને એક તરફ બુદ્ધિકૌશલ્ય. એ પ્રમાણે બને તું સરખા જાણે છે. પરંતુ વિદ્વાન જ તેના ભેદ જાણે છે. પિતાની