________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે વીરમતીએ વાણીની કુશળતાથી ગુણાવલીને વશ કરી.
૪૬
ગુણાવલી અત્યંત સરળ આશયવાળી હાવાથી સાસુનાં કપટપૂર્વકનાં વચનાને જાણતી નથી. તેના વચનને સ` સત્ય માને છે. તેના દાસીવગ તે અને વાત કરતાં હતાં ત્યારે પાતપેાતાનુ' કામ કરવા લાગ્યા.
ગુણાવલીને દેશાંતરગમન માટે સમજાવવુ
હવે એકાંત મેળવીને વીરમતી ગુણાવલીને કહે છે : હે વહુ ! તું રાજકન્યા છે. મારે પુત્ર તારા પ્રિય છે, તેથી તું પોતાના મનમાં આ સ'સારને સફળ માને છે. આલાકમાં મારાથી અધિક કાઈ નથી એવા ગવ ધારણ કરે છે. પરંતુ હું તારા જન્મ નકામા માનું છું. તું અત્યંત મુખ્ય છે, પેાતાના હિતને જાણતી નથી.
આ પ્રમાણે વીરમતીનાં મમયુક્ત વચને સાંભળી ગુણાવલી કહે છે : હે માતા ! હુ તમને મારી માતા સમાન ગણું છું, અપરાધ વિના શા માટે મને નિ છે ? મારી કઈ ન્યૂનતા છે ? હસ્તિ-અશ્વ-રથ-સુવર્ણ –રત્ન અને દુલવસ્ત્ર વગેરે મનવાંછિત સ વસ્તુએ વિદ્યમાન છે. મારા પરિવારવ' પણ હમેશ અનુકૂળપણે મારી સેવા કરે છે. પ્રમળ પુણ્યાયથી તમારા જેવાં સાસુ મેશ મને હિતકારી ઉપદેશ આપનારાં પ્રાપ્ત થયાં છે, તેથી હું મારા જન્મને કૃતાર્થ માનું છું મારા જેવી કાઈ પુણ્યશાળી નથી.