________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વિવિધ ચરિત્રે જોઈ શકાય, સજજન અને દુર્જનને વિશેષ ભેદ જાણી શકાય, ધૂત માણસે ઠગી ન શકે, તે માટે પૃથ્વીમાં કામણ કરવું જોઈએ.” ૩૪
બીજા તો ઘરમાં શૂરા, મઠપંડિત ઘણું દેખાય છે, પરંતુ જે વિદેશમાં સન્માન મેળવે તેવા એજસ્વી અને વિદ્વાન વિરલ હોય છે. જે કાંઈ બીજાને અપાય તે મેળવેલી સંપત્તિનું ફળ છે, અને જે બીજા દેશો સંબંધી કૌતુક જેવાય તે જ જીવિતનું સફળપણું જાણવું.
આ પ્રમાણે વીરમતીનાં વચનો સાંભળીને ગુણાવલી કહે છે કેઃ “હે માતા! તમારું વચન સાચું જ છે, તે પણ આપણે દેશાંતર જોવા માટે કેવી રીતે જઈ શકીએ? જે સ્ત્રીઓ નિરંકુશ, સ્વછંદચારી, કૌતુક જેવાના સ્વભાવવાળી, મનના આનંદ માટે ફરનારી હોય તે જ જુદા જુદા દેશોમાં વિચરે છે.
હે પૂજ્ય! હું તે વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલી રાજમહિષી છું, તેથી પિતાના પ્રસાદમાંથી પદમાત્ર પણ બહાર જવા માટે અયુક્ત છે, તો દેશાંતર જવાની ક્યાં વાત? હે પૂજ્યપાદ! તમારા વચનથી કૌતુક જેવાની મારી ઘણું ઈછા છે, પરંતુ મયૂર નૃત્યકળા છોડીને પિતાનાં ચરણેને જુએ! જે શીખ્યા વિના અને જાણ્યા વિના હું કાંઈ પણ કરું તે ફક્ત દુઃખપાત્ર થાઉં. જળકુકડે ઇચ્છા મુજબ તરવા માટે શક્તિશાળી હોય, પણ કાગડે નહિ. હે માતા! હું અબળા છું. પ્રિયતમથી