________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૫૭
આ પ્રમાણે સાસુનાં આવા પ્રકારનાં વચન સાંભળીને ગુણાવલી કહે છે: ‘હે માતા ! તમે સવગુણુનાં આવાસ છે. આપના જેવાં સાસુ મને પ્રખલ પુણ્યાદયથી મળ્યાં છે. પરંતુ ૧૮૦૦ કાશ સુધી એક જ રાત્રિમાં કેવી રીતે જવાશે ? અને ત્યાંનુ કૌતુક કેવી રીતે જોવાશે? જો કાઈ દેવતા હોય તેા અલ્પકાળમાં ત્યાં જઈ શકાય. મનુષ્ય ત્યાં કેવી રીતે જઈ શકે ? ”
વીરમતી કહે છે : ‘ હે પુત્રી ! દૂરનું પ્રયાણ જાણીને કેમ ક`પે છે? હું આકાશગામિની વિદ્યા જાણું છું. તે વિદ્યાના પ્રાભાવથી હું કાંઈ પણુ અસાધ્ય માનતી નથી. કાયરપણું ન કરવું.’
ગુણાવલી તેના અતિઅદ્ભુત વિદ્યાપ્રભાવને સાંભળીને ઘણા આનદ પામી કહે છે, હું સાસુ! આવા પ્રકારની મનને આનંદ આપનારી, સ અને સાધનારી વિદ્યા સ્વાધીન છે, પરતુ આપણને જવાના સમય કેવી રીતે મળશે ? કારણ કે અત્યારે રાજા પિરવાર સહિત રાજસભામાં છે. સૂર્યાસ્ત સુધી ત્યાં તે રહેશે. તે પછી તે પેાતાના સ્થાને આવી સધ્યાવિધિ કરીને પ્રથમ પ્રહર ગયા પછી મારા પ્રાસાદમાં આવશે. તે પછી એક પ્રહર સુધી મારી સાથે હાસ્યવિનાદ કરશે, ત્રીજો પ્રહર આવશે ત્યારે શયનમાં નિદ્રાસુખ અનુભવશે. તે પછી પાછલા પહારે ઊઠીને તે પ્રભાતકાર્યોં કરશે. આથી મને રાત્રિમાં ક્ષણુમાત્ર પણ સમય નથી. તેથી હું તમારી સાથે કેવી રીતે આવુ' ?