________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૯
પણ સંસારવાથી ખેદ પામી તમારી સાથે શાશ્વત સુખ આપનારી પ્રવજ્યા સ્વીકારીશ.” એમ નિવેદન કરી પોતાના પુત્ર ચંદ્રકુમારને હિતશિક્ષા આપી વીરમતીને સેં. વીરસેન રાજાએ સર્વને એગ્ય શિખામણ આપીને ચંદ્રકુમાર રાજ્યાભિષેક કર્યો.
તે પછી જિનચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવી, દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન વાપરી મહોત્સવ પૂર્વક ચંદ્રાવતી સાથે સુગુરુની પાસે દીક્ષા લીધી. કહ્યું છે : न य रायभयं न य चोरभयं, इहलोगहियं परलोगसुहं । नरदेवनयं वरकित्तिगरं, समणत्तमिमं रमणिज्जयरं ॥२५॥
“જેમાં રાજાને ભય નથી. ચોરનો ભય નથી, આ લેકમાં જે હિતકારી છે, પરલોકમાં જે સુખકર છે, મનુષ્ય અને દેએ જે જેને નમસ્કાર કર્યા છે, શ્રેષ્ઠ કીતિને કરનાર છે, (તેવું) આ સાધુપણું અત્યંત મનોહર છે. ૨૫ - હવે બંને પ્રકારની (ગ્રહણ અને આસેવન) શિક્ષા ગ્રહણ કરી વીરસેન રાજર્ષિ અનુક્રમે ગીતાર્થ થઈને ભવ્ય જીવોને પ્રતિબધ કરતા શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં કેવળજ્ઞાન પામીને પરમપદ–મેક્ષ પામ્યા. તે ચંદ્રાવતી આર્યો પણ નિરતિચાર સંયમની આરાધના કરીને ક્ષકશ્રેણિ વડે કેવળજ્ઞાન પામીને નિર્વાણસુખ-મોક્ષસુખ પામ્યાં.
આ પ્રમાણે વીરસેન રાજાને અને ચંદ્રાવતીનો પ્રદ આપનારે નિમલ વૃત્તાંત સંક્ષેપથી કહ્યો.