________________
રાજ રચિત
હે વત્સ! ઈચ્છા મુજબ તારા સર્વ મનોરથ પૂર્ણ કરીશ. પરંતુ યૌવનવય પામેલા તારે મારી આજ્ઞાનું ઉલંઘન કરવું નહિ. યૌવન સર્વ અનર્થ કરાવનાર થાય છે.” કહ્યું છે :
जोव्वणं धणसंपत्ती, पहुत्त अविवेगया । इकिकं पि अणट्ठाय, किमु जत्थ चउक्कयं ॥२७॥
યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ, અવિવેકપણું આ એકેક પણ અનર્થ માટે થાય છે, તો જ્યાં આ ચારે હેય તેની શું વાત કરવી ? ” ૨૭ ' “હે પુત્ર! જે હું પ્રસન્ન છું તે કલ્પવૃક્ષની લતા સરખી છું પણ જે કુપિત થાઉં તે વિષવેલી સમાન છું. આ પ્રમાણે જાણીને હંમેશાં સુખને ઈછતા તારે ક્યારેય મારા વચનનું ઉલ્લંઘન કરીને કઈ પણ કાર્ય ન કરવું અને બીજી વાત એ છે કે મારાં છિદ્ર ન જેવાં.”
ચંદ્રરાજા બે હાથ જોડી વીરમતીને કહે છે: “હે માતા ! એકાંતે હિત ચિંતવનારી તારા વચનને લેપ હું કયારેય કરીશ નહિ.” तुं चेव मज्झ जणणी, तं जणगो ईसरो य राया मे । सइ रक्खिरी तुमं मम, सव्वं साहीणमेव तुह ॥२८॥
“તું જ મારી માતા છે, તું જ મારે પિતા, ઈશ્વર અને રાજા છે, તું હંમેશાં મારું રક્ષણ કરનારી છે. આ સવ તને જ સ્વાધીન છે. ૨૮