________________
શા ચંદરવાજ ચરિત્ર હવે વીરમતી અને ચંદ્રકુમારનું વિવિધ રસ ઉત્પન કરનાર, ચિત્તને આનંદ આપનાર ચરિત્ર કહીએ છીએ. ભવ્ય જીવે તે સાવધાન મનથી સાંભળે. વીરમતીનું ચંદ્રરાજ આગળ પિતાની
વિદ્યાશક્તિનું કહેવું હવે એક વખત વીરમતી એકાંતમાં ચંદ્રરાજાને બોલાવી કહે છે: “હે પુત્ર! વિદ્યાબલયુક્ત હું હોવાથી તારે કઈપણ પ્રકારની ચિંતા ન કરવી. જે તારી ઈચ્છા હેય તે ઇંદ્રનું સિંહાસન લાવું. હે દીર્ધાયુ! જે તારી સૂર્યના રથના રેવંત અશ્વની ઈચ્છા હોય તો તે પણ તરત તારી આધીન કરું. હે બુદ્ધિશાળી! જે તું કહે તે કુબેરની ધનસમૃદ્ધિનું હરણ કરીને તારે રાજ્યભંડાર અક્ષત–પૂર્ણ કરું, મેરુપર્વતને તારા ઘરમાં લાવું, તને દેવકુમારી પણ પરણાવું. હે કુમાર! આ અસત્ય ન જાણુ. મારી વિદ્યાના પ્રભાવને જાણવા માટે દેવે પણ સમર્થ નથી. તે મનુષ્ય કેવી રીતે હોય? આ લેકમાં સ્ત્રીના ચરિત્રને કોઈ પાર પામી શકતા નથી. કહ્યું છે ? जलणो वि घेप्पइ सुह, पवणो भुयगो य केणइ नएण । महिलामणो न घेप्पइ, बहुएहिं नयसहस्सेहिं ॥२६॥
અગ્નિ સુખપૂર્વક ગ્રહણ કરાય છે, વાયુ અને સર્વ પણ કઈક ઉપાય વડે ગ્રહણ કરાય છે, પરંતુ ઘણું હજારે ઉપાય વડે સ્ત્રીનું મન ગ્રહણું કરાતું નથી.” ૨૯