________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હે માતા ! તમારી દયાથી મારે અગણિત દ્રવ્ય છે.”
આ પ્રમાણે ચંદ્રરાજાનું વચન સાંભળીને હર્ષિત મનવાળી વીરમતી કહે છે: “હે પુત્ર! તું સો વર્ષ જીવ, તું મને પ્રાણ કરતાં પણ પ્રિય છે, તારા વિનયગુણ વડે હું તારા પર ઘણું પ્રસન્ન છું. મારાથી કઈ ભયની આશંકા તારે ન કરવી. આ રાજ્યલક્ષ્મી સુખપૂર્વક ભેગવ. તને કોડે કલ્યાણ થાઓ. આ પ્રમાણે શુભ આશીર્વાદે પૂર્વક તેની સાથે વાતચીત કરીને વીરમતી પોતાના પ્રસાદમાં આવી.
ગંગા નદીની જેમ નિર્મળ બુદ્ધિવાળી, સદ્ગુણેના સમૂહથી યુક્ત ગુણાવલીએ પિતાના પ્રિયના ચિત્તને તેવી રીતે આવજિત–વશ કર્યું કે જેથી તે ચંદ્રરાજા તેનામાં મન રાખવા લાગે.
આ પ્રમાણે ચકલાક પક્ષીની જેમ ક્ષણવાર પણ વિરહની વેદનાને નહિ સહન કરતા, દેગુંદુકદેવની જેમ
સ્નેહપાશથી બંધાયેલાં તે બંને ઘણું પ્રકારના ભેગેને ભેગવતાં ફરતાં હતાં. દૂધ અને પાણીની જેમ પરસ્પર નેહવાળું તે યુગલ સુવર્ણજડિત રત્નની જેમ શેભે છે.
ચંદ્રરાજા હંમેશાં વીરમતીની ઈચ્છા મુજબ કાર્ય કરતો હતો અને પટરાણી ગુણાવલીએ પણ હંમેશાં મહાદેવી વીરમતીના ચરણેને પ્રણામ કરતાં કેટલાય દિવસો પસાર કર્યા. રાજસભાની અંદર ચંદ્રરાજા લઘુ હોવા છતાં રૂપ વડે કામદેવ સમાન, તેજથી મેરુપર્વતના શિખરે રહેલા સૂર્ય સમાન શેતે હતે.