________________
શ્રી ચંદ્રરોજ ચરિત્ર થઈ છું જે સ્ત્રીના ખળામાં બાળક રમતું નથી, તેનો જન્મ નકામે છે. કહ્યું છે :
हसंतो निवडतो य, वमतो लालमंगओ। . कासइ चेव घन्नाए, अंके रमइ सव्वया ॥१८॥
હસતે, પડતો અને લાળ વમતે પુત્ર કઈ ધન્ય સ્ત્રીના ખેાળામાં હંમેશાં રમે છે.” ૧૮
દુઃખના એક પાત્ર તેના જન્મને ધિક્કાર છે. પુત્રવિના રાજ્યસમૃદ્ધિ નકામી છે. પૂર્વ જન્મમાં મેં કેવું કર્મ કર્યું કે જેથી એક પણ મનહર પુત્ર ભાગ્યે મને ન આ. આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી, નેત્રમાંથી અશ્રુને મૂકતી વીરમતી દુર્ગાન કરવા લાગી.
તે વખતે પિતાની સ્વામિનીને રુદન કરતી જોઈને તેને સખીજન પૂછે છે કે – “હે પૂજ્ય ! આ વસંતમહેસવના પ્રસંગમાં તમને ક્યાંથી દુઃખ ઉત્પન્ન થયું ? આ તરફ તમારે કામદેવ સરખે સ્વામી છે, અહીં તમારે સાવકો પુત્ર ચંદ્રકુમાર વિલાસપૂર્વક કીડા કરે છે. આ તરફ નગરજનો, નગરની યુવતીઓ રમે છે. અનેક પ્રકારની કીડાના રસમાં નિમગ્ન તેઓને જોઈને આ ચિત્તને આનંદ આપનાર કીડાના સમયે હે સ્વામિની! તમારું મન કેમેં કલુષિત થયું ? છતાં વીરમતી કાંઈપણ બોલતી નથી. લમણે હાથ મૂકી શૂન્યમનસ્ક થઈને વિચાર કરે છે.
કનું આગમને તે વખતેં તેના પુણ્યથી રચેલે કઈક શુક–પોપટ