________________
૨૮ -
શ્રી ચતરાજ ચરિત્ર દિવસે અશ્વ ન દોડે તે તેનું રાખવું નકામું જ છે. તું પંડિત, સાહસિક અને ધીર છે. તેને પ્રાણ કરતાં પણ અધિક બંધુ તરીકે હું માનું છુંમારું કાર્ય સિદ્ધ થયા પછી હું તને નવલખો હાર આપીશ. હંમેશાં તારે સુગધી ભજન અને સ્વાદિષ્ટ ફલેથી સત્કાર–ઉપચાર કરીશ. તારા ઉપકારને હું ભૂલીશ નહિ.”
શુકે વીરમતીને ઉપાય બતાવ્યું
શુક કહે છે, “હે દેવી! ખેદ ધારણું ન કરે. પરમાત્મા તમારા મનોરથ પૂરશે. તમે મારી ધર્મમાતા છે. ચિંતાને ત્યાગ કરીને હૃદયમાં ધીરતા ધારણ કરે. માર્ગ બતાવી હું તમને સુખ કરનારે થઈશ. જેઓ પરદુઃખભંજન અને શૂર હોય છે તેઓના પુણ્યના અંકૂર સર્વત્ર પ્રગટ થાય છે, તે માતા ! મનવાંછિત આપનાર મારું વચન સારી રીતે અવધારે.
આ વનમાં ઉત્તરદિશાએ શ્રી રાષભદેવ સ્વામીને પ્રાસાદ છે. જ્યાં ચૈત્રીપૂર્ણિમાની રાત્રિએ દિવ્ય આભરણેથી ભૂષિત અસરાએ નાટકનાં ઉપકરણે લઈ મહોત્સવ કરવા માટે આવશે. તેમાં એક નીલવસ્ત્રને ધારણ કરનારી મુખ્ય અસર છે. તેનું વસ્ત્ર જે હાથમાં આવે તે તમારી કાર્યસિદ્ધિ થાય.”
વીરમતી કહે છે કે, “આ તે કેવી રીતે જાયું ?” - શુકે કહ્યું કે, પહેલાં હું તે વિદ્યાધર સાથે મૈત્રી