________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર વસ્ત્રો મૂકી, પિતાને પરિશ્રમ દૂર કરવા તે અપ્સરાઓ વાવમાં ઉતરી. પરસ્પર ઉપહાસ કરતી, ક્રીડારસને અનુભવતી નિર્ભય એવી તે અસરાએ ક્રીડા કરવા લાગી.
આ તરફ વીરમતી અવસર જોઈને મંદ મંદ ચાલતી વસ્ત્રોની પાસે જઈને શકરાજે કહેલા નીલવસ્ત્રનું અપહરણ કરી જિનપ્રસાદની અંદર પ્રવેશ કરીને મંદિરનું દ્વાર બંધ કરીને પ્રભુના ચરણનું શરણ અંગીકાર કરીને દઢ મનવાળી તે પોતાના કાર્યની સિદ્ધિને માનતી દ્વારની સમીપે ઊભી રહી.
હવે સર્વ અપ્સરાઓ જળક્રીડા કરી વાવને કાંઠે આવી પિતપતાનાં વસ્ત્રો પહેરવા લાગી. મુખ્ય અસરા પોતાનાં વચ્ચે ન જોવાથી વિલખી થઈ અને બીજી અસરાઓને પૂછે છે કે “હે સખીઓ ! આ ઉપહાસનો સમય નથી, કોઈએ મારું નીલવસ્ત્ર ગ્રહણ કર્યું છે, તે મને જલદી આપ.
તેનું વચન સાંભળીને સર્વ અપસરાઓ હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે, “હે મેટીબહેન! સતત સેવા કરવા લાયક તમારી હાંસી કરવા માટે શું અમે ચગ્ય છીએ? હે સ્વામિની ! અમે શપથપૂર્વક કહીએ છીએ કે અમે તમારું વસ્ત્ર ગ્રહણ કર્યું નથી. જેની કૃપાથી અમે જીવીએ છીએ તેને અવિનય અમે મનથી પણ ન કરીએ. અમારી ઉપર વિશ્વાસ રાખે.
તે વખતે કેઈ અપ્સરા કહે છે કે, “પ્રથમ આ મંદિરનું દ્વાર ઉઘાડું હતું, હમણાં તે બંધ છે. આથી