________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર અવધિજ્ઞાનથી જાણીને કહ્યું: “આ જન્મમાં તારે સર્વથા પુત્રસુખ નથી, ભાગ્યવિરુદ્ધ સર્વથા કરી શકાતું નથી. તે પણ પુત્રરહિત એવી તને વાંછિત અર્થને આપનારી, આકાશગામિની–વૈરીનિવારિણ–જલતારિણી અને વિવિધ કાર્યસાધિની વિદ્યાઓ હું તને આપું છું. એ વિદ્યાઓના પ્રભાવથી ચંદ્રકુમાર સહિત સમગ્ર રાજ્ય તારે આધીન થશે. મારાં વચને હૃદયમાં સ્થાપન કરીને પુત્રદુઃખને તું છેડી દે. ચંદ્રકુમાર તને માતૃભાવે જેશે. તારે પણ તેને પુત્રભાવે છે. તેને જ પુત્ર માનતી તું સમસ્ત સુખને પાત્ર થઈશ.”
આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને પુત્રની આશાથી રહિત વીરમતીએ તે દેવી પાસેથી આકાશગામિની પ્રમુખ વિદ્યાઓ ગ્રહણ કરી, પોતાને અપરાધ ખમાવીને તે દેવીને તે નીલવસ્ત્ર સમર્પણ કરે છે. વસ્ત્ર ગ્રહણ કરી તે દેવી પરિવાર સહિત પિતાને સ્થાને ગઈ. હવે વિદ્યાઓ પ્રાપ્ત કરીને વીરમતી શ્રી ઇષભપ્રભુના ચરણકમળને નમી, પિતાના ગૃહે આવી. આ રીતે આ રાત્રિનું વૃત્તાંત રાજા વગેરે કોઈએ જાણ્યું નહિ.
- હવે પ્રભાત થવાથી પ્રસન્ન મનવાળી પ્રાતઃકાર્યો સારી રીતે કરી તે વીરમતી તે વિદ્યાએ સાધવા લાગી. અનુક્રમે સર્વ વિદ્યાઓ સાધીને તે ચિંતારહિત થઈ. વિદ્યાના સામર્થ્યથી પાંખ પામેલી સાપણની જેમ વકભાવ પામીને સિંહણની જેમ નિર્ભય, અત્યંત મદેન્મત્ત ચિત્ત