________________
૩૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કેઈક વસ્ત્રનું અપહરણ કરનાર દ્વાર બંધ કરીને ત્યાં અંદર જ રહ્યો હોય તેમ સંભવે છે.
તેનું વચન સત્ય માનતી સર્વ દેવીઓ દ્વાર પાસે આવી આ પ્રમાણે કહે છે : - " “અરે વસ્ત્રનું અપહરણ કરનાર ! અમારી સ્વામિનીનું વસ્ત્ર જલદી આપ. રાત્રિ પૂરી થવા આવી છે. હમણાં પ્રાતઃકાળ થશે. અમારે અહીંથી દૂર જવાનું છે. દેવદૂષ્ય મનુના ઉપભેગમાં આવી શકતું નથી, એમ સમજ. જે અમારું વસ્ત્ર આપીશ તે નૃત્ય જેવાથી, હર્ષિત ચિત્તવાળા તે અમને ભેટ આપી એમ અમે માનશું અથવા કઈ બીજા કામે અપહરણ કર્યું હોય તે પણ તે વસ્ત્ર આપ. તારું જે કામ હશે તે અમે સાધી આપશું. જે કંઈ સ્ત્રી કે પુરુષ હોય તે જલદી દ્વાર ઉઘાડે. અમે વિલંબ સહી શકતાં નથી.”
“દેવતાનું વચન અસત્ય હોતું નથી.” એથી વિશ્વાસપૂર્વક તે વિરમતીએ દ્વાર ઉઘાડયું. કહ્યું છે :
अमोहा वासरे विज्जू, अमोह निसि गज्जियं । नारीबालवओऽमोहं, अमोहं देवदसण ॥२३॥
“દિવસે વીજળી અમેઘ છે, રાત્રિએ મેઘની ગર્જના અમેઘ છે, સ્ત્રી અને બાળકનું વચન અમોઘ છે અને દેવનું દર્શન અમોઘ છે.-અર્થાત્ જરૂર ફળે છે.” ૨૩
તે અપ્સરાઓ તે વીરમતીને જોઈ આશ્ચર્ય પામી.