________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર જાતિની પ્રશંસા એગ્ય છે, પણ તે બીજાના લઘુપણું માટે ન હોવું જોઈએ. - આ પ્રમાણે શુકરાજનું વચન સાંભળી હર્ષિત મનવાળી વીરમતી કહે છે, “હે શુકરાજ ! તું સત્ય વચનવાળો પંડિત છે, તારા વચનવિલાસથી રોમાંચિત દેહવાળી હું તેને જીવિતથી પણ વધારે પ્રિય માનું છું. આ ઉપવનમાં તારું આગમન અન્યની પ્રેરણાથી થયું કે પિતાની ઈચ્છાથી?”
શુક કહે છે... કેઈક વિદ્યાધરે મને પાળ્યો હતો અને સ્નેહપૂર્વક પાંજરામાં રાખ્યો હતો. હું તેણે બતાવેલાં કાર્યો કરીને તેના ચિત્તનું રંજન કરતા હતા. હવે એક વખત વિદ્યાધર મને સાથે લઈને મુનિરાજનાં વંદન માટે ગયો. મુનીશ્વરને પ્રણામ કરી, અંજલી કરી તેમની આગળ તે બેઠે. મુનિરાજના દર્શનથી પાપરહિત એ હું પણ તેમનું ધ્યાન કરતે રહ્યો. મુનિવરે મધુર વાણીથી ધર્મદેશના આપી. દેશનાના અંતે પંજરમાં રહેલા મને જોઈને કહે છે કે “જે તિર્યંચોનાં બંધન આસક્ત હોય છે, તેને મહાપાપ થાય. હૃદયમાં દયા વિના ધર્મસિદ્ધિ કેવી રીતે થાય? બંધનમાં પડેલાં પ્રાણીઓ પરમ દુઃખને અનુભવે છે, તેથી ધર્મના અથીઓએ કેઈપણ જીવને બંધનગ્રસ્ત ન કર જોઈએ. સર્વ જીવોને સુખ જ પ્રિય હોય છે.”
सव्वाणि भूआणि सुहे रयाणि, सव्वाणि दुक्खाउ समुव्यिय ति तम्हा मुंहत्थी सुहमेव देह, सुहप्पदाया लहों सुहाई ॥२१॥