________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સર્વ જીવે સુખમાં આસક્ત હોય છે, સર્વ જીવે દુઃખથી ઉગ પામે છે, તેથી જે સુખનો અથ હોય તે સુખને જ આપે છે. સુખને આપનાર સુખને મેળવે છે. ૨૧
ઈત્યાદિ વચનથી પ્રતિબંધ પામેલ તે વિદ્યારે નિયમ ગ્રહણ કરી મને બંધનથી મુક્ત કર્યો.
તે પછી હું મુનિરાજને નમસ્કાર કરીને, તેમના ઉપકારને યાદ કરતા, એક વનમાંથી બીજા વનમાં જતો, કીડા કરતે અહીં આવીને આમ્રવૃક્ષની શાખા ઉપર બેઠે. અને તમે મને જે. તેથી હે દેવી ! મારી પાસે તમારે કાંઈ છુપાવવા લાયક નથી. હું અસત્ય બેલતો નથી. તમારી ચિંતા અવશ્ય દૂર કરીશ.
વીરમતી વિચારે છે કે, “શાસ્ત્રના રહસ્યને જાણનાર આ શુક મારી પુત્રચિંતાને દૂર કરશે એ પ્રમાણે વિચારીને તેને કહે છે કે “હે શુકરાજા! સમગ્ર સંપત્તિથી યુક્ત એવી મારા મનમાં પુત્રચિંતા વતે છે. કહ્યું છે : अपुत्तस्स सुहनत्थि, नेव निदा समो वि न । सुहकिच्चं कओ तस्स, चिंताजुत्तस्स सव्वया ॥२२॥ 1 “અપુત્રીયાને સુખ નથી, નિદ્રા નથી, શાંતિ નથી. ચિંતાયુક્ત એવા તેને સર્વદા શુભ કૃત્ય ક્યાંથી હોય? ૨૨
- “હે શુકરાજ ! તું જે મંત્ર, તંત્ર કે ઔષધિના પ્રભાવ વડે મને ચિંતારહિત કરે તે હું તારી શક્તિ જાણું, અન્યથા તારી શક્તિ હું કેવી રીતે જાણું? વિજયાદશમીના