________________
૨૦
શ્રી ચંદ્રરાજ ચર્ચાત્ર
ઈચ્છા કરતાં અધિક ધન આપ્યું. કેદખાનામાંથી બંદીજનાને છેડાવ્યા. વિવિધ પડ્વાન આદિનાં ભેજન તેમજ થ્રુસ્ર, આભૂષણ આપવા વડે સ્વજન-પરિવારને સતેાષ પમાડી ખરમા દિવસે સ્વપ્નાનુસારે પુત્રનું ‘ચંદ્ર' એ પ્રમાણે નામ પાડ્યું.
તેજના સમૂહથી સૂર્યની જેમ દીપતા, કલાએ વડે ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા, પાંચ ધાવમાતાએ વડે પાલન કરાતા, પેાતાના અંગૂઠાના અમૃતરસનું પાન કરતા તે ખાળક અત્યંત તૃપ્તિ પામતા હતા.
બાળપણને ઉચિત નવનવી ક્રીડાએ વડે રમતા રાજકુમારને જોઈ ને ષિત મનવાળા વીરસેન રાજા પોતાના જન્મને સફ્ળ ગણે છે. યત્ન વડે પુત્રનું રક્ષણ કરે છે. ચંદ્રસમાન મુખવાળા ચંદ્રકુમાર કલ્પવૃક્ષની જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામતા, કામદેવથી પણ અધિક રૂપવાળે, મધુર વચનેાથી માતાપિતાના ચિત્તને પ્રસન્ન કરે છે. જિનમ માં કુશળ રાણી હમેશાં ધમકાર્યો કરે છે. જિનયમની આરાધનામાં તપર તેને જોઈ ને વીરસેન રાજા પણ જીવહિંસાના ત્યાગ કરી શ્રી જિનેશ્વરદેવે કહેલા દયામૂળ ધર્મના સ્વીકાર કરીને પ્રતિદિન વિશુદ્ધ ભાવનાથી વાસિત હૃદયવાળા જિનપૂજા, ગુરુજને કહેલા સિદ્ધાંતના સારને સાંભળવામાં તત્પર થયેા. સજ્જનના સમાગમથી શું ગુણૅ થતા નથી ? અવશ્ય થાય છે. તે રાજાએ અનેક પ્રાસાદોથી મંડિત પૃથ્વીતળને કયુ.. તેમજ વિશેષપણે સાધુ-સાધ્વીનેાની સેવાભક્તિ વડે દિવસે પસાર કરવા લાગ્યા. કહ્યુ છે :