________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર કરવાથી કબૂલ કર્યું) એ પ્રમાણે જાણુને પદ્રશેખર રાજાએ
તિષીએ આપેલ શુભ લગ્ન દિવસે પોતાના વૈભવને અનુસારે વીરસેન રાજાને પોતાની પુત્રી આપી વિવાહમહોત્સવ કર્યો. તે વખતે મૃગસમાન નેત્રવાળી સુંદરીઓ ધવલમંગળ ગાવા લાગી. અનુરૂપ વરવધૂનાગને જોઈને મહાદેવી વીરમતીને છોડીને રાજપરિવાર અને નગરજને અત્યંત હર્ષિત થયા.
પદ્મશેખરરાજા પિતાની પુત્રીને પરણાવીને શિખામણ આપે છે : जंपेज्ज पिय विणयं, करेज्ज वज्जेज्ज पुत्ति ! परनिंदं । वसणे वि मा विमुचसु, देहच्छायव्व नियनाहं ॥१४॥
“હે પુત્રી ! તું પ્રિય બેલજે, વિનય કરજે, પરનિંદા ન કરતી, સંકટમાં પણ દેહની છાયાની જેમ પોતાના - પતિને છોડતી નહિ.” ૧૪
આ પ્રમાણે શિખામણ આપીને વીરસેન રાજાની અનુજ્ઞા લઈને તે પોતાના નગરમાં ગયે.
- હવે પાંચ પ્રકારના વિષયસુખમાં મગ્ન, પ્રતિક્ષણ વિધતા નેહવાળાં ચંદ્રાવતી અને વીરસેન રાજાના દિવસો સુખપૂર્વક પસાર થાય છે, વિરમતી રાણી તેઓના અતિ ગાઢ સ્નેહને જોઈને ઈર્ષ્યાળુ મનવાળી, રેષથી લાલ નેત્રવાળી, તેઓને અપકાર કરવાના ચિત્તવાળી દિવસે પસાર કરે છે. કહ્યું છે ?