________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હવે પદ્રશેખર રાજાના આગમનના વૃત્તાંતને જાણી વીરસેન રાજાએ મેટા મહોત્સવ પૂર્વક તે રાજાનું સ્વાગત કર્યું. પરસ્પર દઢ આલિંગન કરી તેઓ અસીમ આનંદરસમાં નિમગ્ન થયા. તે પછી વીરસેન રાજાએ ચંદ્રાવતીને સકલ વૃત્તાંત પદ્મશેખર રાજાને કહ્યો.
પુત્રીના દુઃખનું શ્રવણ કરવાથી, અતિવેદના પામેલ પઘશેખર રાજા કહે છે કે : “અરે રે ! દૈવની ગતિ વિચિત્ર છે, ક્યાં આ કન્યાનું સુકુમાળપણું? અને ક્યાં દુષ્ટ હદયવાળ તાપસ ? ક્યાં સાહસિક શિરોમણિ એવા આપનું ત્યાં ગમન ? આ દુર્ઘટ વસ્તુ પણ ભાગ્યથી સુઘટિત થઈ. તેથી મહાપુરુષનો કોઈ અપૂર્વ પ્રભાવ છે. હે રાજન ! આવા પ્રકારનું આચરણ કરતા તમે મારા ઉપર કો ઉપકાર ન કર્યો ? આ પ્રમાણે પ્રશંસા કરતાં રાજાએ પોતાની પુત્રીને ખેાળામાં બેસાડી. રોમાંચિત શરીરવાળે રાજા બે હાથ જોડવાપૂર્વક વિનય સહિત કહે છે : “હે ગુણના સમુદ્ર! તમારા ગુણોને કહેવા માટે હું સમર્થ નથી. હે સાહસિક–શિરોમણિ! તમારા ઉપકારને બદલે વાળવા માટે હું અસમર્થ છું. તેથી તે બુદ્ધિશાળી ! આ કન્યાને પરણીને મારા મનોરથ સફળ કરે. આપે મારી પ્રાર્થનાને સ્વીકાર કરે. પૂર્વે પણ નૈમિત્તિકના વચનથી તમને જ આ કન્યાના વર માનેલ છે.
આ પ્રમાણે પદ્મશેખર રાજાનું વચન સાંભળીને વીરસેન રાજા મૌન રહ્યો. “ર નિષિદ્ધ અનુમત ( નિષેધ ન ચં. ચ. ૨