________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
મહાપુરુષને પણ દુઃખ આપનારા દુર્જનો લેકમાં ઘણું દેખાય છે. અમે પુણ્યશાળી છીએ કે-જેથી સુખકારી એવા આપ શ્રીમાનનું દર્શન થયું. વળી હે દેવ! દેવાંગનાના રૂપને જીતે એવી આ કન્યા કોણ છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી? હે નાથ! આ હકીકત જે કહી શકાય તેવી હોય તે કહે.
રાજાએ વિપરીત શિક્ષાવાળા અશ્વની, વાવના મધ્ય ભાગમાં રહેલી જાળીની સપાનપંક્તિ વડે પાતાલની અંદર ગમન અને વનની અંદર રહેલા અધમ તાપસ અને કન્યાને સર્વ વૃત્તાંત કહ્યો. અત્યંત અદ્દભુત તે વૃત્તાંતને સાંભળીને સર્વ સામંતોએ મહારાજની પ્રશંસા કરી. તે પછી અવરત્ન ઉપર ચઢી કન્યા અને સામંત વગેરેના પરિવારવાળા રાજાએ મહોત્સવ સહિત પોતાની નગરીમાં પ્રવેશ કર્યો.
ચંદ્રાવતી કન્યાનું પાણિગ્રહણ હવે વીરસેન રાજા પિતાના દૂતને મોકલીને પદ્મશેખર રાજાને આ પ્રમાણે જણાવે છે. “તમારી પુત્રી અહીં કુશળ છે, તેને મળવા માટે તમે અહીં શીધ્ર પધારે. તમારું ધ્યાન કરતી તમારી પુત્રી ચંદ્રાવતી તમારા ચરણકમળનું દર્શન કરવા માટે અત્યંત ઉત્સુક છે.” આ પ્રમાણે પોતાની પુત્રીનું વૃત્તાંત જાણીને પદ્મપુરી નગરીના સ્વામી પબ્રશેખર રાજાએ મુકુટ સિવાયનાં પિતાના અંગ ઉપરનાં આભૂષણે આપી તને સત્કાર કરી પરિવાર સહિત આભાપુરીમાં આવ્યું.