________________
૧૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હવે એક વખત સખીજનેથી પરિવરેલી હું જળક્રીડા નિમિત્તે નદીકાંઠે ગઈ. ત્યાં રહેલા આ અધમ તાપસે ચન્દ્રજાલિક વિદ્યા વડે મને ઠગી. જેથી તે તાપસ વિના હું બીજા કોઈને જતી ન હતી. મારી સખીઓની નજર બાંધીને મારું અપહરણ કરી અહીં આવીને વાવડીની જાળીના માગે ઉતારીને એ ગી આ વનમાં મને લા . હે રાજન ! દુઃખસમુદ્રમાં મગ્ન થયેલી મને સહાયના સમયે અહીં આવીને આ મહાસંકટમાંથી તમે છોડાવી. હે ગુણરત્નના સમુદ્ર! હે મને હર ! તમારા ગુણે કહેવા માટે હું સમર્થ નથી. અથવા તે પોતાની પ્રિયાનું રક્ષણ કરવા માટે જે કાંઈ પણ કરવામાં આવે, તેમાં ઉપકાર કેવી રીતે માની શકાય? પિતાની પ્રિયાનું રક્ષણ કરવું તે પ્રિયને ધર્મ જ છે. કહ્યું છે કે –
बालत्तणम्मि जणओ, जुब्वणपत्ताइ हाई भत्तारो। वुइढतणेण पुत्तो, सच्छंदत्तं न नारीणं ॥११॥
બાલ્યવયમાં પિતા, યૌવન પામે ત્યારે પતિ, અને વૃદ્ધપણામાં પુત્રને આધીન સ્ત્રી હોય છે. સ્ત્રીઓને સ્વચ્છેદપણું ઘટતું નથી. ૧૧
જે હું યાચનારી હતી તે તમારી કીર્તિ ગાત અને યશપટલ વગાડત, હમણાં તે આવી જાતના આચારવિશેષથી આપને હું પ્રાણપ્રિય જાણું છું. કહ્યું છે કે
आयारो कुलमक्खेइ, देसमक्खेइ भासणं । संभमो नेहमक्खेइ, देहमक्खेइ भोयणं ॥१२॥