________________
પછી પાસે વસાવે છે, પછી પોતાના જેવું બનાવે છે. જેમ આચાર્ય અને ભવ્યજીવ=પ્રારમ્ભને સામાન્ય જીવ પણ ભવિષ્યમાં મહાન આચાર્ય થાય છે, છેવટે નયસાર અને મરુભૂતિની પેઠે, તીર્થ કરપરમાત્માપણુ થયાના સાક્ષાત્ દાખલા નજર સામે જ દેખાય છે.
“સેબત તેવી અસર.” ત્રણ મુસાફરે જતા હતા. રસ્તામાં ત્રણ ગાડાં મળ્યાં. એક ગાડામાં દ્રાક્ષ, શેરડી, આંબા, ચંદન, કપુર, અત્તર ભરેલાં હતાં. તેમાં બેસવાની ઈચ્છાવાળા મુસાફરે ગાડીવાળાએ માંગ્યું ભાડું આપી તેમાં સ્થાન લીધું. બીજી ગાડીમાં, બાવળીયા, ખેજડા, આકડા, બેરડી ભરેલી હતી. તેમાં તદ્દન ઓછું ભાડું આપી બીજાએ તેમાં સ્થાન લીધું. ત્રીજી ગાડીમાં કેલસા અને સર્પ, વિચ્છિના કરંડીયા ભરેલા હતા. તેમાં મત બેસવાનું હતું, ત્રીજે તેમાં બેસી ગયે. | પહેલી ગાડીમાં ભાડું ઘણું હતું, પરંતુ બધી વસ્તુ ચિત્તની પ્રસન્નતા વધારનારી હતી. બીજી ગાડીમાં લાભ વગરની વસ્તુ ભરેલી હતી. તેમાં લાભ થવાની આશા હતી જ નહિ, બેદરકારને થોડું ઘણું પણ નુકસાન થવાની આગાહી ગણાય.
અને ત્રીજી ગાડી મહા જોખમી હતી. બેસવાની સાથે જ લુગડાં અને શરીર બનેને કાળાં કરી નાખ્યાં, મુસાફર બેદરૂ કાર હેય, અથવા કરડીએ ઉઘડી જાય, અને વિચ્છિકરડે એકબેદિવસ ચક્કસ રેવુંપડે, અને સર્પકરડેતે, આયુષની સમાપ્તિ પણ થઈ જાય. આજ પ્રમાણે ગુણીની, નિર્ગુણીની અને અનાચારીની સેબતનાં પણ ફળ મળે છે. એમ સમજવું. - પ્ર–આ જગતના બીજા બીજા દર્શનકારોએ સ્વીકારેલા= મા કરેલા પ્રભુ-ઈશ્વર, ભગવાન, શંકર, વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ