________________
૪૧
અને ધ્યાન આત્માને ઉંચ્ચા સ્થાનમાં લઈ જાય એમાં નવાઈશું? - પ્રવ–પંચપરમેષ્ઠિભગવતે સીવાય, આજગતના હજારો પન્થમાં પણ થયેલા સાધુસખ્ત, મહાત્માઓ, બ્રહ્મચારીઓ, ગુણના જ્ઞાનના ભંડાર મહાપુરુષ પણ મહાગુણ કહેવાયને ?
ઉ૦–જેમનાં આઠે કર્મ ક્ષય થઈ ગયાં હોય, જેઓ બધા દેથી મુક્ત હોય, સર્વગુણ પામેલા હોય, તેવા તમામ સન્ત, સિદ્ધભગવન્તમાં આવી જ ગયા છે. જેમકે રામચન્દ્રજી મહારાજ, હનુમાનજી, આબધાને નમો સિદ્ધા પદથી બારેમાસ, દરરેજ, પ્રતિક્ષણ, નમસ્કાર કરીએ છીએ, તથા જેમનામાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અસંગભાવ સંપૂર્ણપણે પ્રકટ થયાં હોય, તે સર્વને રન જોવા અવસાહૂ પરવડે ચોક્કસ નમસ્કાર થાય છે જ.
ટુંકાણમાં કહેવાનું એ જ કે, પંચપરમેષ્ઠિભગવન્તામાં વર્ણન કરાયેલા ગુણવાળા, મહાપુરુષ ગમે તે વેશમાં હોય તેપણ, આપણે નમસ્કાર થાય છે જ, એટલે પંચરમેષ્ઠિભગવન્તને સમજીને, વિચારીને, સાવધાનપણે આરાધન કરનાર મનુષ્યને, ગુણ પામેલ એકપણુ ગુણ આત્મા, આરાધન ભૂમિકાથી બહાર રહી જતું નથી. - પ્ર–ગુણના ગુણનો રાગ થાય તે, રાગ કરનાર આત્મા પણ ગુણ બને છે, એ બરાબર સમજવા ઈચ્છા છે. સમજાવે.
" ઉ૦–જીવને મનુષ્યને કઈ પણ વસ્તુ સારી જણાય તે, તે વસ્તુ વસાવવા ઈચ્છા થાય છે, પછી પ્રયત્ન પણ કરે છે, પુણ્યની અનુકુળતા થઈ જાય તે ઘરમાં પણ લાવે છે, વસાવે છે. તેમ ગુણ પણ શરૂઆતમાં અનુમોદના કરાવે છે,