________________
મળ્યા, પણ કંચન અને કામિનીની પ્રાપ્તિ અને ભગવટામાં બરબાદ કર્યા. અફસોસની વાત તે એ છે કે, હતભાગી જીવડાઓ આહાર મૈથુન અને પરિગ્રહની પ્રાપ્તિ અને મમતામાં પરવશ બની, આત્મા પિતાનેજ ભુલી=વિસારી મુકે છે. પુણ્ય પાપને વિચાર જ થતું નથી.
આહાર લક્ષ્મી અને નારીની પ્રાપ્તિ માટે, હવે પછીના હજારો ભવ ગીર મુકાઈ જાય, ભૂતકાળની પુણ્ય સામગ્રીનું લીલામ થઈ જાય તે પણ, લગભગ જગતના (જૈનશાસન ભાવથી પામેલાઓને છેડીને) પ્રાણિમાત્રને ચિત્તમાં આઘાત થતા નથી, દુખ આવતું નથી, આવું આત્માનું વતન બદલાયા સીવાય, પ્રતિક્ષણ આત્માને યાદ લાવ્યા સીવાય, પુણ્યપાપના જમે ઉધાર વિચાર્યા સીવાય, મનમાં, વચનમાં અને વર્તનમાં, જગતના પ્રાણિ માત્રની રક્ષણ ભાવના પ્રકટયા સીવાય, આત્માને મોક્ષ કેમ નથી મળતું, આવી વાત પણ મુખને સસ્તી આપ્યા વગર પેટ ભરવા જેવી ગણાય
પ્ર-કંચનકામિની પ્રત્યે અનન્ત કાળથી લાગેલો, ગળીના રંગ જેવ, રાગ મટાડવાને પણ કેઈ ઉપાય તે હવે જોઈએ ને ? જેમ અસાધ્ય રોગને પણ નિર્મૂળ કરવાની પણ ઔષધી હોય છે ને?
ઉ૦-“પેગ અસંખ્ય છે જિનકહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે!” આ વાકયે વાચકવર શ્રીમદ્ યશવિજયગણિવરનાં છે, આત્મા જાગતે થાય, શ્રી વીતરાગદેવ-ગુરુ-ધર્મની ઓળખાણ પ્રકટે, આદર વધે, ઉપાસના વધે, તેને શારૂ નમસ્કારમહામંત્રને જાપ, ધ્યાન, અપ્રતિમ ઔષધ છે.