________________
૩૭
હોય છે. - પ્ર–આટલા બધા કર્મના ભારથી દબાએલે આત્મા ઊંચો કયારે આવે ?
ઉ – જરા જીવો જસ્ટિો, રથવી જટિલારું મારું” " અર્થ—અનંતાનંતકાળ સંસારમાં સદાકાળ કમની જ બલવત્તરતા ચાલી આવે છે. અને કર્મની જ પ્રેરણાથી આત્મા, હિંસા-અસત્ય-ચારી–મૈથુનક્રોધ-માન-માયા-લેભ વિગેરે પાપને નિર્ભય પણે આચરે છે, અને તે પાપના પરિણામ રૂપે ચારગતિનાં મહાભયંકર દુખેને પણ અનંતા કાળથી અજ્ઞાન પણે ભેગવી રહ્યો છે, અને પાપ કરતી વખતે બહાદુર દેખાય છે, અને જોગવવાના વખતે તદ્દન રાંક થઈ જાય છે. એટલે ગેટલીમાંથી આબે અને આંબામાંથી ગોટલી, એ ન્યાયે કર્મની પરંપરા ચાલુ હોવાથી, આત્મા ચારગતિના કેદખાનામાંથી છુટ થઈ શક્યો નથી.
પરંતુ જ્યારે ભાવસ્થિતિ પરિપાક થાય છે ત્યારે, જીવને સાચા ગુરુને એગ મળી જાય છે, અને દઢપ્રહારી ચેર જેવા મહાકર=મહાપાપી આત્માઓ પણ, બળવાન થઈ સર્વકર્મોના ભુક્કો ઉડાડી નાખે છે, અને બાપડા બીચારા મટીને જગતના પૂજ્ય સિદ્ધપદને પામે છે.
. પ્ર—આપણે ઉદ્ધાર જલદી થઈ જાય અને સંસારની ચારગતિની કેદમાંથી છુટા થઈને, સર્વ દુખના અભાવ અને સર્વસુખની પ્રાપ્તિવાળા મોક્ષને પામવાને ઉપાય શું?
ઉ–ભાવથી શ્રી જૈનધર્મની પ્રાપ્તિ થાય તે બે-ચારપાંચ-દશભમાં આત્મા સંસારને પાર જરૂર પામે.