________________
૩૫
શા માટે બેલે. વળી એ મહાપુરુષનું વિશેષ સ્વરૂપ દર્શાવતાં પણું કહ્યું છે કે
अणुवयकपराणुग्गह-परायणा जं जिणा जगप्रवरा। વિરાજ-રોષ-જોતાં, ચ મદાવાને તેના
અર્થ-જગતના પ્રાણિમાત્ર કેઈને ઉપકાર કરે, સેવા કરે, દાન આપે, આ બધાને ફળની ઈચ્છા ચોક્કસ હેાય છે. નિસ્પૃહચૂડામણિ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજે, પણ ઉપરનું બધું, કર્મને ક્ષય કરવા માટે, સંસાર ઘટાડવા માટે કરે છે, પુણ્ય પણ બંધાઈ જાય છે, પરંતુ શ્રીજિનેશ્વરભગવોતે, અજોડ ઉપકાર કરે છે. જગતના જાને. અભય, ચક્ષુ, માર્ગ, શરણુ, બેધિ આપનારા છે. છતાં બદલાની જરૂર નથી, ઈચ્છા નથી, કારણ તે મહાપુરુષે, કેવલજ્ઞાન, કેવલદર્શન પામેલા છે, ધાતીયાં કર્મને ક્ષય પણ થઈ ગયું છે. આવા મહાપુરુષોનાં વાકયે ખાટાં હાય જ કેમ?
પ્રવ–આ. બધાં વાક્ય શ્રીજિનેશ્વરેએ જ કહેલાં છે. એમ શી રીતે માની લેવાય?
ઉ–આ બધાં વાક્યો ગણધરનાં, ચૌદપૂર્વધરનાં, દશપૂર્વીનાં કહેલાં, પ્રત્યેકબુદ્ધોનાં કહેલાં અથવા પૂર્વાચાર્યોનાં કહેલાં છે, તે પણ તે બધા મૃષાવાદના સંપૂર્ણ ત્યાગી હતા.. જરાપણ સૂત્રવિરુદ્ધ કે આજ્ઞાવિરુદ્ધ ન બેલાઈ જાય કે ન લખાઈ જાય તેનો ડર હતા, કાળજી હતી, માટે ઉપરનાં વાકયો એકદમ સાચાં માનવામાં જરા પણ દેષ નથી.
વળી શ્રીજૈનશાસન માન્ય, એક સમજવા ગ્ય દલીલ