Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
७५०
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને તેણે વર અને કડકાઈથી કામ લેવા માંડ્યું. તે દક્ષિણ ભાગમાં આવેલા કેન્ટોન શહેરમાં ગયે. એ શહેર આ ગેરકાયદેસરના વેપારનું મુખ્ય મથક હતું. કેન્ટેન જઈને તેણે ત્યાંના વિદેશી વેપારીઓને તેમની પાસેનું બધું અફીણ તેને સેંપી દેવાનો હુકમ કર્યો. પ્રથમ તે તેમણે તેને હુકમ માનવાની ના પાડી. એટલે લીને પિતાના હુકમને તાબે થવાની તેમને ફરજ પાડી. તેણે તેમને તેમનાં કારખાનાંઓમાં એકલા પાડી દીધા, તેમના ચીની મજૂર અને નેકરે પાસેથી તેમનું કામ છોડાવી દીધું તથા બહારથી તેમની પાસે જ ખોરાક બંધ કર્યો. આ અસરકારક સખતાઈને પરિણામે વેપારીઓ તાબે થયા અને અફીણની ૨૦,૦૦૦ પેટીઓ તેને આપી દીધી. દેખીતી રીતે જ દેશમાં ચોરીછૂપીથી ઘુસાડવા માટે રાખેલા અફીણના આ મેટા જથાને લીને નાશ કર્યો. પરદેશી વેપારીઓને લીને એ પણ સંભળાવી દીધું કે પિતે અફીણ નહિ લાવે એવી બાંયધરી તેને કેપ્ટન આપે તે સિવાય કોઈ પણ વહાણને કેન્ટોનના બારામાં પેસવા દેવામાં આવશે નહિ. જે આ બાંયધરીને ભંગ કરવામાં આવશે તે ચીનની સરકાર વહાણ તેમ જ તેમને બધો માલ જપ્ત કરશે. લીન પોતાનું કામ બરાબર કરી જાણનાર માણસ હતો. તેને સેપવામાં આવેલું કામ તેણે સારી રીતે પાર પાડયું પરંતુ તેને ખબર નહોતી કે એને કારણે ચીનને બહુ આકરાં પરિણમે વેઠવાં પડવાનાં હતાં.
એનું પરિણામ એ આવ્યું કે, બ્રિટન સાથે યુદ્ધ થયું. એમાં ચીન હાર્યું અને તેને નામશીભરી સંધિ કરવી પડી; અને જેની ચીનની સરકાર બંધી કરવા ચહાતી હતી તે અફીણ ચીન ઉપર બળજબરીથી લાદવામાં આવ્યું. ચીનાઓને માટે અફીણ એ સારી કે ભૂરી ચીજ હતી એ બાબતનું કશું મહત્વ નહોતું. ચીની સરકાર શું કરવા માગતી હતી એનું પણ ઝાઝું મહત્ત્વ નહોતું. ચીનમાં ચોરીછૂપીથી અફીણ ઘુસાડવાથી બ્રિટિશ વેપારીઓને ભારે ફાયદે થતો હતો એ વસ્તુ ખાસ મહત્ત્વની હતી અને આ આવક ગુમાવવી પડે એ સાંખવા ઈગ્લેંડ તૈયાર નહોતું. લીને નાશ કરેલું ઘણુંખરું અફીણ અંગ્રેજ વેપારીઓની માલિકીનું હતું. એટલે રાષ્ટ્રની પ્રતિષ્ઠાના નામથી બ્રિટને ૧૮૪ની સાલમાં ચીન સામે લડાઈ જાહેર કરી. આ યુદ્ધ અફીણના વિગ્રહ તરીકે ઓળખાય છે એ યોગ્ય છે કેમકે ચીન ઉપર બળજબરીથી અફીણ લાદવાને ખાતર એ લડવામાં તેમ જ જીતવામાં આવ્યો હતે. • - બ્રિટનના કાફલાએ કૅન્ટેન અને બીજા સ્થળોની કરેલી નાકાબંધી સામે ચીન કશું કરી શકે એમ નહતું. બે વરસ પછી તેને શરણે જવાની ફરજ પડી અને ૧૮૪રની નાન્કીનની સંધિમાં એવું ઠરાવવામાં આવ્યું કે પરદેશ સાથેના વેપાર માટે એટલે કે તે વખતે તે ખાસ કરીને અફીણના વેપાર માટે પાંચ બંદરે ખુલ્લો મૂકવાં. આ પાંચ બંદરો કેન્ટોન, શાંઘાઈ, અમોય, નિંગ