Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જર્મનીમાં નાઝીઓને વિજ્ય ૧૪૧૫ સામાજિક લેકશાહીવાદી પક્ષના નેતાઓએ તેને ટેકે ન આપે અને એ હડતાલ નિષ્ફળ નીવડી. મજૂર ચળવળ જોકે તૂટી ગઈ છે પરંતુ ગુપ્ત સંસ્થા મારફતે તેનું કામ હજી ચાલુ રહ્યું છે. અને એ સંસ્થાને ફેલાવો બહુ બહોળો હોય એમ લાગે છે. નાઝીઓએ પિતાના જાસૂસની જાળ સર્વત્ર પાથરી દીધી હોવા છતાંયે ગુપ્તપણે પ્રસિદ્ધ કરવામાં આવતાં છાપાંઓનો ફેલા લાખની સંખ્યામાં થાય છે એમ ધારવામાં આવે છે. જર્મનીમાંથી છટકીને પરદેશમાં ભાગી ગયેલા કેટલાક સામાજિક લેકશાહીવાદી નેતાઓ પણ ગુપ્ત પદ્ધતિથી થોડું પ્રચારકાર્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નાઝીઓનો ત્રાસ મજૂર વર્ગને સૌથી વધારે સહે પડ્યો છે. પરંતુ જગતભરમાં લેકલાગણી તે યહૂદીઓ પ્રત્યે દાખવવામાં આવેલા વર્તાવને અંગે અતિશય ઉશ્કેરાવા પામી હતી. યુરોપને વર્ગવિગ્રહને ઠીક ઠીક અનુભવે છે અને પિતપતાના વર્ગ પ્રમાણે લેકેની સહાનુભૂતિ ઢળે છે. પરંતુ યહૂદીઓ ઉપર હુમલે એ તે એક જાતિ પરત્વેને હુમલે હતે. માત્ર મધ્ય યુગના સમયમાં અને તાજેતરમાં ઝારશાહી રશિયા જેવા પછાત દેશમાં બિનસત્તાવાર રીતે એને મળતું કંઈક બનતું હતું. એક આખી જાતિ ઉપર સત્તાવાર રીતે કરવામાં આવતા દમનથી યુરોપ અને અમેરિકા ચોંકી ઊડ્યાં અને તેમને ભારે આઘાત લાગે. જર્મનીના યહૂદીઓમાં જગમશહૂર પુરુષ હતા એથી તે વળી એ આઘાત વધુ તીવ્ર બન્યું. એ જગમશહૂર પુરૂષામાં પ્રતિભાશાળી વૈજ્ઞાનિકે, દાક્તરે, સંગીતકાર, વકીલે, લેખકને સમાવેશ થતો હતો અને એમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ સૌથી મોખરે હતું. એ લેક જર્મનીને પિતાનું વતન ગણતા હતા અને સર્વત્ર તેમને જર્મને તરીકે લેખવામાં આવતા હતા. પિતાને ત્યાં એવા પુર હાવા માટે કોઈ પણ દેશ ગૌરવ લેત પરંતુ અંધ જાતિષને લીધે પાગલ બનીને નાઝીઓએ તેમને પીછો પકડ્યો અને દેશમાંથી તેમને હાંકી કાઢયા. એની સામે દુનિયાભરમાં ભારે પોકાર ઊઠયો. પછીથી નાઝીઓએ યહૂદીઓની દુકાને તથા યહૂદી ધંધાદારીઓને બહિષ્કાર શરૂ કર્યો. આમ છતાંયે વિચિત્ર વાત તો એ હતી કે એ યહૂદીઓને એક સાથે જર્મની છોડી જવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. આ નીતિનું માત્ર એક જ પરિણામ આવે એમ હતું અને તે એ કે તેમને ભૂખે મારવા. દુનિયાભરમાં તેની સામે ઊઠેલા પિકારને કારણે યહૂદીઓ સામેનાં જાહેર રીતે લેવામાં આવતાં પગલાં નાઝીઓને હળવાં કરવાં પડ્યાં પરંતુ તેમની યહૂદીવિરોધી નીતિ તે હજી ચાલુ જ છે.
યહૂદીઓ જે કે દુનિયાભરમાં પથરાયેલા છે અને કોઈ પણ રાષ્ટ્રને તેઓ પિોતીકું કહી શકે એવી સ્થિતિમાં નથી એમ છતાંયે તેઓ બદલે ન લઈ શકે એટલા બધા અસહાય નથી. વેપારજગાર તથા નાણાં ઉપર તેઓ મેટા