Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪ર૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન સત્તા ઉપર આવ્યા પછી હિટલરનું પ્રથમ કાર્ય જર્મનીમાંના પિતાના વિધીઓને કચરી નાખીને નાઝી પક્ષને બળવાન બનાવવાનું હતું. જર્મનીનું “નાઝીકરણ” કર્યા પછી હિટલરે નાઝી પક્ષમાંનાં બીજાં અને મૂડીવાદ વિરોધી ક્રાંતિ કરવા માગતાં ઉદ્દામ તને નિર્મૂળ કરવાનું નક્કી કર્યું. ૧૯૩૪ની સાલના જૂન માસની ૩૦મી તારીખે બદામી ખમીસવાળા નાઝી સૈન્યને (બ્રાઉન–સૂસ) વિખેરી નાખવામાં આવ્યું અને તેના આગેવાનોને ગોળીથી ઠાર કરવામાં આવ્યા. એ ઉપરાંત બીજા ઘણાઓને પણ મારી નાખવામાં આવ્યા. એમાં એક વખતના જર્મનીના ચૅન્સેલર જનરલ ફન સ્લેશિયરનો પણ સમાવેશ થતો હતે.
૧૯૩૪ના ઓગસ્ટ માસમાં પ્રમુખ ફન હિંડનબર્ગ મરણ પામે અને હિટલરે તેનું સ્થાન લીધું. આમ હિટલરે ચૅન્સેલર અને પ્રમુખ એ બંને હોદ્દાઓ ધારણ કર્યા. એ વખતે જર્મનીમાં કુલ સત્તા તેના હાથમાં હતી. જર્મને પ્રજાને તે “ફક્યુરર' એટલે કે નેતા બન્યા હતા. ત્યાં આગળ પ્રજા ભારે સંકટમાં આવી પડી હતી અને એમાં રાહત આપવા માટે મોટા પાયા ઉપર ખાનગી રીતે લગભગ ફરજિયાત દાનની ભેજના કરવામાં આવી હતી. ફરજિયાત મજૂરીની છાવણીઓ શરૂ કરવામાં આવી અને બેકારને ત્યાં આગળ કામ કરવાને મોકલવામાં આવ્યા. પરાણે દૂર કરવામાં આવેલા યહૂદીઓએ જર્મને જગ્યા કરી આપી. આ બધાથી જર્મનીની આર્થિક સ્થિતિ તે નહિ સુધરી, ઊલટી તે વધુ બગડવા પામી, પરંતુ એથી કરીને બેકારી દૂર થઈ દરમ્યાન ગુપ્ત રીતે જર્મનીએ શસ્ત્રસજ્જ થવા માંડયું અને તેને વિષેને ભય વધવા લાગ્યો.
૧૯૩૫ની સાલના આરંભમાં સાર પ્રદેશના લેકોનો મત લેવામાં આવ્યું તેમાં તેમણે જર્મની સાથે જોડાઈ જવાનું બહુ મોટી બહુમતીથી નક્કી કર્યું. આથી એ પ્રદેશને જર્મની સાથે જોડી દેવામાં આવ્યું. એ જ વરસના મે માસમાં હિટલરે વસઈની સંધિની નિઃશસ્ત્રીકરણને લગતી કલમ માન્ય રાખવાને છડેચોક ઇન્કાર કર્યો અને ફરજિયાત લશ્કરી નોકરી માટેને હુકમ બહાર પાડ્યો. શસ્ત્રસજજ થવા માટે પ્રચંડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું. પ્રજાસંધમાંની કઈ પણ સત્તાએ એની સામે કશું કર્યું નહિ. એ બધી સત્તાઓ અને ખાસ કરીને ફ્રાંસ ભયભીત બની ગયું હતું. ફ્રાંસે રશિયા સાથે મૈત્રીના કરારે કર્યા. બ્રિટિશ સરકારે નાઝીઓને પક્ષ કરવાનું ઉચિત ધાર્યું અને ૧૯૩૫ના જૂન માસમાં તેણે જર્મની સાથે નૌકાકરાર કર્યો.
આનાં બહુ વિચિત્ર પરિણામે આવ્યાં. ઈગ્લડે દગો દીધે છે એમ સમજીને કસે ઈટાલીને મનાવી લેવાના પ્રયત્ન કરવા માંડ્યા અને આખરે લાગ આવ્યું છે એમ સમજીને મુસલિનીએ ઍબિસીનિયા ઉપર ચડાઈ કરી.
૧૯૩૮ના માર્ચ માસમાં હિટલરે ઓસ્ટ્રિયામાં કૂચ કરી અને તેને જર્મની સાથે જોડી દીધાની જાહેરાત કરી. પ્રજાસંઘની સત્તાઓએ વળી પાછું નમતું