Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પાલમેન્ટની નિષ્ફળતા
૧૪૪૧ તથા મજૂર પક્ષના લોકોએ તેને રાષ્ટ્રીય સ્વાંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. મજૂર પક્ષે તેને અમાન્ય કાર્યો તથા તેને પિતાના પક્ષમાંથી કાઢી મૂક્યો તે છતાયે રસે મૅકડોનાલ્ડ વડા પ્રધાન તરીકે ચાલુ રહ્યો. દૂરગામી સમાજવાદી ફેરફાર મિલકતદાર વર્ગોની સ્થિતિ હચમચાવી મૂકશે અથવા તે તેમના ઉપર ભારે બોજો નાખશે એવી દહેશત પેદા થવા પામે છે એવે સમયે આવી “રાષ્ટ્રીય સરકારે ઉદ્દભવે છે. ૧૯૩૧ની સાલના ઑગસ્ટ માસમાં એવી સ્થિતિ પેદા થઈ હતી. એ વખતે આર્થિક કટોકટી શરૂ થઈ ચૂકી હતી અને એને કારણે પાછળથી પાઉન્ડના ચલણને સેના સાથે સંબંધ છેડી દેવાની ફરજ પડી હતી. એને પરિણામે મૂડીવાદી બળે સંગઠિત થઈને સમાજવાદની સામે ખડાં થયાં. મજૂર પક્ષ જે જીતશે તે મધ્યમ વર્ગની બધીયે બચત જતી રહેશે એવો ભય બતાવીને રાષ્ટ્રીય સરકારે નીચલા થરના મધ્યમવર્ગના લેકેને ભડકાવી માર્યા અને એ રીતે સામાન્ય ચૂંટણીમાં તેણે પિતાની ભારે બહુમતી મેળવી. મૅકડોનાલ્ડ તથા તેને ટેકે આપનારાઓએ જણાવ્યું કે, પસંદગી રાષ્ટ્રીય સરકાર યા તે સામ્યવાદ એ બે વચ્ચે કરવાની છે.
આ રીતે ઈંગ્લંડમાં પણ જૂની ઢબની લેકશાહી નષ્ટ થઈ છે અને પાર્લમેન્ટની અવનતિ થતી જાય છે. પ્રજાની ભાવનાઓને હલમલાવી મૂકે એવા ગંભીર પ્રશ્નોને સામનો કરવાને આવે છે ત્યારે લોકશાહી નિષ્ફળ નીવડે છે ધાર્મિક અથવા તે રાષ્ટ્રીય કે જાતિ જાતિ વચ્ચેના ઝઘડાઓ (દાખલા તરીકે જર્મન અને યહૂદીઓ વચ્ચેના) અને વિશેષ કરીને મિલકત ધરાવનારાઓ અને મિલકત વિનાના લેકો વચ્ચેના આર્થિક સંઘર્ષો એ આવા પ્રકારના પ્રશ્નો છે. તને યાદ હશે કે, ૧૯૧૪ની સાલમાં આયર્લેન્ડમાં અલ્સર અને બાકીના આયર્લેન્ડ વચ્ચે આ રાષ્ટ્રીય ધાર્મિક પ્રશ્ન ઊભું થયું ત્યારે ઈગ્લેંડના કન્ઝરવેટીવ પક્ષે ખરેખાત પાર્લમેન્ટને નિર્ણય સ્વીકારવાની ના પાડી અને એથીયે આગળ વધીને તેણે આંતરવિગ્રહને પણ ઉત્તેજન આપ્યું હતું. આમ
જ્યાં સુધી ઉપર ઉપરથી દેખાતી લેકશાહી કાર્યપ્રણાલી મિલકતદાર વર્ગના હિતમાં હેય ત્યાં સુધી પિતાનો સ્વાર્થ સાધવામાં તેઓ તેને લાભ ઉઠાવે છે. પરંતુ જ્યારે તે એમને વિનરૂપ થઈ પડે અને તેમના વિશિષ્ટ અધિકાર તથા સ્વાર્થોને પડકારે ત્યારે લેકશાહીને તેઓ લાત મારે છે અને સરમુખત્યાર શાહીની રીતને આશરો લે છે. બ્રિટિશ પાર્લામેન્ટને ભવિષ્યમાં તળિયાઝાટક સામાજિક ફેરફાર કરવાની બાબતમાં બહુમતી મળે એ બનવાજોગ છે. જે એમ બને અને એવી બહુમતી સ્થાપિત હિતે ઉપર હુમલે કરે તે પ્રસ્તુત હિત ધરાવનારાઓ ખુદ પાર્લમેન્ટની સત્તાને પણ કદાચ ઇન્કાર કરે અને ૧૯૧૪ની સાલમાં અલ્સરના મુદ્દા ઉપર તેમણે કર્યું હતું તેમ તેના નિર્ણયની સામે ખુલ્લા બળવાને પણ ઉત્તેજન આપે.