Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯૪. જગત ઉપર છેવટની દૃષ્ટિ
૭ આગસ્ટ, ૧૯૩૩
જ્યાં સુધી કાગળ, કલમ અને શાહી છે ત્યાં સુધી પત્ર લખવાને અત આવે એમ નથી. અને જગતના બનાવા વિષે લખવાના પણ પાર આવે એમ નથી કેમ કે, દુનિયાની ઘટમાળ ચાલ્યાં જ કરે છે અને સ્ત્રી, પુરુષો અને બાળકાનું હસવું તથા રડવું, તેમને પ્રેમ અને તેમના દ્વેષ તથા એકબીજા સાથેના તેમના લડાઈટંટા એ બધું નિરંતરપણે ચાલ્યાં જ કરે છે અને એ કથા આગળ ને આગળ ચાલ્યાં જ કરે છે અને તેને કદીયે અંત આવે એમ નથી. અને આપણે જીવીએ છીએ તે જમાનામાં તેા જીવનનો પ્રવાહ વધારે વેગથી વહેતા જણાય છે અને એક પછી એક ફેરફારો વધારે ત્વરિત ગતિથી થાય છે. હું લખી રહ્યો છું તે દરમ્યાન પણ ફેરફારો થઈ રહ્યા છે અને આજે હું જે લખી રહ્યો છું તે કદાચ આવતી કાલે જાનું પુરાણું અને અવાસ્તવિક બની જાય. જીવનસરિતા કદીયે સ્થિર રહેતી નથી. તે તો અવિરતપણે વહેતી જ રહે છે. આજની પેઠે તે કદી કદી નિયપણે, આપણાં ક્ષુલ્લક સંકલ્પે અને કામનાઓની ઉપેક્ષા કરતી તથા આપણી પામર જાતના નિષ્ઠુર ઉપહાસ કરતી તેમ જ તેના તાફાની તરંગા ઉપર તણુખલાંઓની પેઠે આપણને અહીંતહી ઉછાળતી રાક્ષસી શક્તિથી આગળ ને આગળ વધે છે. એ કયાં જશે એની કાઈ ને પણ ખબર નથી. તેને સહસ્ર ધારામાં છિન્નભિન્ન કરનાર ઊંચા ખડક ઉપર તે પહોંચી જશે કે પછી અફાટ, ગહન, ભવ્ય અને શાન્ત તથા નિર ંતર બદલાતા રહેતા અને છતાંયે અચળ એવા ઉદધિને જઈ ને મળશે ? એ કાણુ કહી શકે?
ΟΥ
મેં જેટલું લખવા ધાર્યું હતું અથવા મારે જેટલું લખવું જોઈતું હતું તેના કરતાં ઘણું વધારે મેં અત્યાર સુધીમાં લખી નાખ્યું છે. મારી કલમ અસ ચાલ્યાં જ કરી. આપણે આપણું લાંબું ભ્રમણ પૂરું કર્યું છે અને એને છેવટને લાંખે હપતા પણ આપણે પૂરા કર્યાં છે. આપણે આજ સુધી આવી પહોંચ્યાં છીએ અને આવતી કાલના ઉમરા ઉપર આવીને ઊભાં છીએ અને એ આવતી કાલને આજ બનવાને વારો આવશે ત્યારે તેની સૂરત કેવી હશે એના આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ. જરા થાભી જઈ તે આપણે દુનિયા તરફ નજર કરીએ. ૧૯૭૩ની સાલના ઑગસ્ટ માસના સાતમા દિવસે એની શી સ્થિતિ છે ?
હિંદમાં ગાંધીજીની ફીથી ધરપકડ કરવામાં આવી છે અને સજા પામીને તે પાછા યરવડા જેલમાં પહોંચી ગયા છે. સવિનયભંગની લડત મર્યાદિત