Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેની પાસે બળવાન સૈન્ય છે અને તે પિલેંડ, ચેલૈવાકિયા, બેલ્જિયમ, રૂમાનિયા, યુગોસ્લાવિયા વગેરે રાષ્ટ્રોના સમૂહનું આગેવાન છે. અને આમ છતાંયે જર્મનીના લડાયક જુસ્સાને, ખાસ કરીને હિટલરનો અમલ શરૂ થયે ત્યાર પછીથી, તેને ડર રહે છે. સાચે જ, મૂડીવાદી ક્રાંસ અને સેવિયેટ રશિયા એ બંનેની એકબીજા વિષેની ભાવનામાં અસાધારણ પલટો લાવવામાં હિટલરને સફળતા મળી છે. તે બંનેના સામાન્ય શત્રુએ તેમને મિત્ર બનાવી દીધાં છે.
જર્મનીમાં નાઝીઓને ત્રાસ હજી ચાલુ જ છે અને નવા નવા અત્યાચાર તથા ઘાતકીપણાની ખબરે રોજેરોજ આવતી રહે છે. આ પાશવતા ક્યાં સુધી ચાલુ રહેશે એ કહેવું મુશ્કેલ છે. કેટલાયે મહિનાઓથી એ ચાલી રહી છે અને તેમાં ઘટાડે થતું હોય એમ લાગતું નથી. આવું દમન સ્થાયી સરકારનું ચિહ્ન કદીયે ન હોઈ શકે. જર્મની જે લશ્કરી દૃષ્ટિએ પૂરતું બળવાન હેત તે કદાચ યુરોપમાં ક્યારનુંયે યુદ્ધ ફાટી નીકળ્યું હોત. એ યુદ્ધ ફાટી નીકળવાને હજી પણ સંભવ રહે છે. પિતે સામ્યવાદથી બચવાનું છેવટનું આશ્રયસ્થાન છે એમ કહેવાને હિટલરને ભારે શેખ છે. અને એક રીતે તેનું એ કથન સાચું હોવાને પણ સંભવ છે કારણ કે જર્મનીમાં હવે હિટલરવાદને બદલે સામ્યવાદ સિવાય બીજો વિકલ્પ રહ્યો નથી.
મુસોલિનીના અમલ નીચે ઈટાલી આંતરરાષ્ટ્રીય રાજકારણ પર ભાવનાશૂન્ય, વ્યાવહારિક અને સ્વાથી દષ્ટિ રાખે છે. બીજાં રાષ્ટ્રોની પેઠે તે સુલેહશાંતિ અને સભાવની મોટી મોટી વાત કરતું નથી. ભાવિ યુદ્ધ માટે તે આંખ મીંચીને તૈયારી કરવા મંડી પડયું છે કેમ કે થોડા જ વખતમાં યુદ્ધ ફાટવાનું જ છે એ વિષે તેને લવલેશ શંકા નથી. દરમ્યાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આગળ પડતું સ્થાન પ્રાપ્ત કરવાની પેરવી તે કરી રહ્યું છે. પિતે ફાસિસ્ટ હેવાથી જર્મનીમાં તે ફાસીવાદને આવકારે છે અને હિટલરવાદીઓ સાથે તે મિત્રાચારીભર્યો સંબંધ રાખે છે. અને આમ છતાં તે જર્મનીના સ્ટ્રિયા સાથેના જોડાણને વિરોધ કરે છે, જ્યારે ઑસ્ટ્રિયાને જર્મની સાથે જોડી દેવાની જર્મન નીતિની ભારે નેમ છે. એ પ્રકારના જોડાણથી જર્મનીની સરહદ છેક ઈટાલીની સરહદ સુધી આવી પહોંચે. અને મુસોલિની જર્મનીને તેને ફાસિસ્ટ બિરાદર આટલે બધે નજીક આવે એ પસંદ નથી કરતે.*
* તેના ઉપર ચડાઈ કરીને ૧૯૩૮ની સાલના માર્ચ માસમાં જર્મનીએ ઐસ્ટિયાને પિતાની સાથે જોડી દીધું છે. સંજોગોવશાત મુસલિનીને એ વસ્તુ કબૂલ રાખવી પડી પરંતુ ઈટાલીએ એ ફેરફાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યું હતું.