Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૬૧
જગતના ઈતિહાસનું રેખાદર્શન ધથીઓને આશરે લેવો પડ્યો છેઘણાં પુસ્તક પણ અહીં મારી પાસે આવ્યાં છે, પરંતુ એ તે આવ્યાં અને પાછાં ગયાં, કેમ કે અહીં હું કંઈ પુસ્તકાલય ઊભું કરી શકું એમ નથી. એ પુસ્તકમાંથી વિચારે તથા હકીકતે મેં નિર્લજજપણે જેમનાં તેમ ઉઠાવી લીધાં છે. મેં જે કંઈ લખ્યું છે તેમાં કશુંયે મૌલિક નથી. કદાચ, ક્યાંક કયાંક મારા પત્રો સમજવામાં તને મુશ્કેલી પડશે. પરંતુ એની પરવા કરીશ નહિ અને એ ભાગને પડતા મૂકજે. કેટલીક વાર મારું મોટપણુ આડું આવ્યું છે અને મારે જે રીતે ન લખવું જોઈતું હતું તે રીતે મેં લખ્યું છે એક નાની બાળાને હું લખી રહ્યો હતો એ હું ભૂલી જ ગયે હતે. | મેં તે તને માત્ર આછી રૂપરેખા જ આપી છે આ કંઈ ઈતિહાસ નથી. એ તે આપણું લાંબા ભૂતકાળની માત્ર ઊડતી ઝાંખી જ છે. ઇતિહાસના વિષયમાં જે તેને રસ પડે, ઈતિહાસને માટે તને કંઈક આકર્ષણ હોય તે વીતી ગયેલા યુગના તાણાવાણુ ઉકેલવામાં મદદરૂપ થાય એવાં ઘણાં પુસ્તકે તને મળી રહેશે. પરંતુ માત્ર પુસ્તકો વાંચવાથી જ કશોયે અર્થ નહિ સરે. ભૂતકાળ વિષે જાણવાની તને ઈચ્છા હોય તે તારે એના તરફ સહાનુભૂતિ અને સમજપૂર્વક નજર કરવી જોઈએ. પ્રાચીન કાળમાં થઈ ગયેલા પુરુષને સમજવા માટે તારે એની આસપાસનું વાતાવરણ, એ જે પરિસ્થિતિમાં રહેતા હોય તે તથા તેના મનમાં ઊભરાતા વિચારો ઇત્યાદિ સમજવું જોઈએ. જાણે તેઓ આજે જીવતા હોય અને આપણે વિચારીએ છીએ તેમ વિચારતા હોય એ રીતે પ્રાચીન કાળના લેકે વિષે નિર્ણય બાંધે એ સાવ બદદુ છે. આજે કોઈ પણ માણસ ગુલામીની પ્રથાને બચાવ નહિ કરે અને આમ છતાંયે મહાન ફિલસૂફ લેટેએ તેને આવશ્યક લેખી હતી. હમણાં થોડાં જ વરસો ઉપર ગુલામીની પ્રથા ટકાવી રાખવાના મુદ્દા ઉપર યુનાઈટેડ સ્ટેટ્સમાં લાખો માણસની જિંદગીને ભોગ આપવામાં આવ્યા હતા. આજના ધોરણથી આપણે ભૂતકાળની કસોટી ન કરી શકીએ. એ વતુ સૌ કોઈ કબૂલ કરશે. પરંતુ ભૂતકાળનાં ધોરણોથી વર્તમાનકાળની કસોટી કરવાની ટેવ પણ એટલી જ બેહૂદી છે એ વસ્તુ સૌ કોઈ કબૂલ નહિ કરે. ખાસ કરીને, જુદા જુદા ધર્મોએ પુરાણી માન્યતાઓ, શ્રદ્ધાઓ તથા રૂઢિઓને જડ બનાવી દીધી છે. તે તે કાળ અને દેશમાં તેમને કંઈક ઉપયોગ હશે એ બનવાજોગ છે પરંતુ આજના વખત માટે તે તેઓ બિલકુલ અનુકૂળ નથી.
આમ જો તું ઈતિહાસને સહાનુભૂતિની નજરથી જોશે તે તેનું નિર્જીવ માળખું રુધિરમાંસથી ભરાઈ જશે અને તારી આંખ આગળ જુદાજુદા કાળ તેમ જ દેશનાં સ્ત્રી-પુરૂષ તથા બાળકોનું એક વિરાટ સરઘસ ખડું થશે. એ