Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૬૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન સારી ચાલચલગતવાળા કેદીને મળે છે તેમ મને સાડાત્રણ માસની માફી મળી છે. મને સારી ચાલચલગતવાળે કેદી ગણવામાં આવે છે પરંતુ એવી નામના સંપાદન કરવાને માટે ખચીત મેં કશુંયે નથી કર્યું. આમ, મારી છઠ્ઠી સજા પૂરી થાય છે. અને વિશાળ દુનિયામાં હું ફરીથી પ્રવેશ કરીશ. પણ શા અર્થે ? એને ફાયદે શે? જ્યારે મારા ઘણાખરા મિત્રો તથા સાથીઓ તુરંગમાં પડ્યા હોય અને આખાયે દેશ એક વિશાળ કારાગાર સમો બની ગયે હોય ત્યારે મારા બહાર આવવાનો શો અર્થ?
તને લખેલા પત્રનો મોટો એક ડુંગર થઈ ગયું છેઅને સ્વદેશી કાગળ ઉપર કેટલી બધી સારી સ્વદેશી શાહી મેં પાથરી દીધી! એ કરવા જેવું હતું કે કેમ એનું મને આશ્ચર્ય થાય છે. આ બધા કાગળ અને શાહી તને રસ પડે એવું કંઈક સંદેશ આપશે ખરાં? તું કહેશે કે બેશક, કેમ કે તને લાગશે કે બીજા કોઈ જવાબથી મને દુઃખ થશે અને મારા પ્રત્યે તારે એટલે બધે પક્ષપાત છે કે તું એવું જોખમ ન જ ખેડે. એમાં તેને રસ પડે કે ન પડે એ વાત બાજુએ રહી પરંતુ આ બે લાંબાં વરસો દરમ્યાન એ પત્ર લખતાં લખતાં મેં દરરોજ જે આનંદ અનુભવ્યો છે તેની સામે તે તું વાંધો ન જ લઈ શકે. હું અહીં આવે ત્યારે શિયાળો હતે. પછીથી ટૂંકી વસંતઋતુ આવી. પરંતુ ઉનાળાની ગરમીએ થોડા જ વખતમાં એને સંહાર કર્યો. અને પછીથી જ્યારે મનુષ્ય તથા પશુઓને માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું હતું તથા જમીન તાપથી ધગધગી રહી હતી અને સૂકી બની ગઈ હતી ત્યારે વર્ષાઋતુએ નિર્મળ અને શીતળ જળની રેલછેલ કરી મૂકી. વર્ષો પછી પાનખર આવી અને આકાશ અતિશય સ્વચ્છ અને નીલું બની ગયું તથા બપોર પછીને સમય આલાદક બની ગયો. વરસનું ઋતુચક્ર પૂરું થયું અને વળી પાછું તે શરૂ થયું. વસંત, ગ્રીષ્મ અને વર્ષો. અહીં બેસીને તને પત્ર લખતાં લખતાં તથા તારું સ્મરણ કરતાં કરતાં આ ઋતુઓને પસાર થતી મેં નિહાળી છે તથા મારી બરાક ઉપર પડતા વરસાદને અવાજ મેં સાંભળ્યું છે.
મૃદુ રવ ! વર્ષના ! અવનિ પરે ને વળી છાપરે
ખાં કરતા હૃદય કાજ હે
ગીત મૃદુલ વર્ષના ! ૧૯મી સદીના બેન્જામિન ડિઝરાયલી નામના એક મહાન બ્રિટિશ રાજપુરુષે લખ્યું છે કે, “દેશવટો કે કારાવાસ ભોગવતા બીજા લેકે જો એ સજા ભગવ્યા પછી જીવતા રહે છે તે નિરાશ થઈ જાય છે પરંતુ સાહિત્યકાર